• Home
 • Bollywood
 • TV
 • Seven serials, including isharo isharo mein to Kavach 2, will close by the end of the year due to TRP

ઓફ એર / ટીઆરપીને કારણે ‘કવચ 2’થી લઈ ‘ઈશારો ઈશારો મેં’ સહિતની સાત સિરિયલ વર્ષના અંત સુધીમાં બંધ થશે

Seven serials, including isharo isharo mein to Kavach 2,
will close by the end of the year due to TRP
X
Seven serials, including isharo isharo mein to Kavach 2,
will close by the end of the year due to TRP

Divyabhaskar.com

Nov 01, 2019, 03:52 PM IST
મુંબઈઃ વર્ષ 2019ને પૂરા થવામાં માત્ર બે મહિનાની વાર છે અને આ સમય દરમિયાન ઈન્ડિયન ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઉથલ-પાથલ જોવા મળશે. એક તરફ એવા શો છે, જે વર્ષોથી ચાલે છે, જેમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’, ‘કુંડલી ભાગ્ય’ તથા ‘યે હૈં મહોબ્બતેં’નો સમાવેશ થાય છે તો બીજી બાજુ એવા પણ શો છે, જે થોડાં મહિના જ ચાલીને બંધ કરી દેવામાં આવે છે. આ શોની ટીઆરપી ના આવતી હોવાથી શોને ઓફ-એર કરી દેવામાં આવે છે.

આ સાત શો બંધ થશે

1. નચ બલિયે 9
 • ક્યારે શરૂ થયો? 19 જુલાઈ, 2019

સલમાન ખાન દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવેલો ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે 9’ છેલ્લાં ત્રણ મહિનાથી ચાલી રહ્યો છે. જોકે, આ શો ચાહકોને પસંદ આવ્યો નહોતો. આ શોને હિટ બનાવવા માટે ઘણાં જ ટર્ન એન્ડ ટ્વીસ્ટ લાવવામાં આવ્યા પરંતુ આ શો ટીઆરપીમાં સામેલ થઈ શક્યો નહીં. આ શોની ગ્રાન્ડ ફિનાલે નવેમ્બરના ફર્સ્ટ વીકમાં યોજવામાં આવશે. આ શોને બે શો રિપ્લેસ કરશે. શાહરુખ ખાનનો ટીવી શો ‘ટેડ ટોક 2’ તથા રેમો ડિસોઝાનો ‘ડાન્સ પ્લસ’ શો શરૂ થશે. 

2. કવચ 2
 • ક્યારે શરૂ થયો? 15 મે, 2019

ચર્ચા છે કે દીપિકા સિંહનો કમબેક શો ‘કવચ 2’ ટૂંક સમયમાં જ ઓફ-એર થશે. ચેનલ સાથે જોડાયેલા નિકટના સૂત્રોના મતે, આ શોની વાર્તામાં અનેક ફેરફાર કરવામાં આવ્યો પરંતુ ચાહકોને આ શો પસંદ આવ્યો નહીં. આથી જ આ ચેનલે શો બંધ કરવાનો નિર્ણય લીધો છે. શોના ક્રૂ મેમ્બર્સ તથા એક્ટર્સે શૂટિંગ પૂરું કરી લીધું છે અને 20 નવેમ્બરે શોનો લાસ્ટ એપિસોડ ટેલિકાસ્ટ થશે.  

3. રાજા બેટા
 • ક્યારે શરૂ થયો? 15 જાન્યુઆરી, 2019

‘રાજા બેટા’ની સ્ટોરીલાઈનમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા પરંતુ ચાહકોનું દિલ જીતી શકવામાં આ શો નિષ્ફળ રહ્યો. આ શોમાં રાઉલ સુધીર, શંભન મોહનતે લીડ રોલમાં હતાં. જોકે, આ બંનેને દિશાંક અરોરા તથા પ્રણાલી ઘોઘરેએ રિપ્લેસ કર્યાં હતાં પણ ટીઆરપીમાં કોઈ ફેર પડ્યો નહીં. આ શો પણ નવેમ્બરના એન્ડમાં ઓફ એર થશે. 

4. ઈશારો ઈશારો મેં
 • ક્યારે શરૂ થયો? 15 જુલાઈ, 2019

ચર્ચા છે કે મુદિત નાયર તથા સિમરન પરીનજા સ્ટારર શો ‘ઈશારો ઈશારો મેં’ પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ શો પણ ટીઆરપી રેટિંગમાં આવ્યો નહીં. આ શોનો કોન્સેપ્ટ ઘણો જ યુનિક હતો પરંતુ ચાહકોને પસંદ આવ્યો નહીં. આ શોમાં એક મૂક-બધિર યુવક યોગીની વાત કરવામાં આવી હતી, જે દરેકને મદદ કરવા ઉત્સુક હોય છે. 

5. સુફિયાના પ્યાર મેરા
 • ક્યારે શરૂ થયો? 16 એપ્રિલ, 2019

સૂત્રોના મતે, એપ્રિલ મહિનામાં શરૂ થયેલો ‘સુફિયાના પ્યાર મેરા’નો વાર્તા અનુસાર લોજિકલ એન્ડ કરવામાં આવશે. મેકર્સે નવેમ્બરમાં શો બંધ કરવાનો નિર્ણય લીધો છે. શોની એક્ટ્રેસ હેલી શાહે ડબલ રોલ પ્લે કર્યો હતો, રાજવીર સિંહે પણ પોતાની એક્ટિંગને સારી રીતે રજૂ કરી હતી. હેલી શાહે કહ્યું હતું કે આ શોમાં ચાહકોને અનેક ટ્વિસ્ટ તથા ટર્ન જોવા મળ્યાં હતાં. મેકર્સે આ શોનો લોજિકલ એન્ડ લાવવાનો નિર્ણય લીધો છે. 

6. હમારી બહૂ સિલ્ક
 • ક્યારે શરૂ થયો? 3 જૂન, 2019

ઝાન ખાન તથા ચાહત પાંડે સ્ટારર ‘હમારી બહૂ સિલ્ક’ ચાહકોને પસંદ આવ્યો નહીં. ટીઆરપીની રેસમાં આ શો નિષ્ફળ રહેતાં મેકર્સે ઓફ-એર કરવાનો નિર્ણય લીધો છે. 

7. ગઠબંધન
 • ક્યારે શરૂ થયો? 15 જાન્યુઆરી, 2019

‘ગઠબંધન’ શો એક મહિલા પોલીસ તથા સડકછાપ રોમિયોની લવસ્ટોરી પર આધારિત છે. આ સિરિયલ નવેમ્બરના બીજા વીકમાં ઓફ-એર થશે. આ શોમાં અબરાર કાજી તથા શ્રુતિ શર્મા લીડ રોલમાં જોવા મળ્યાં હતાં. આ શોને ‘શુભારંભ’ રિપ્લેસ કરશે. 

COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી