ટીવી એક્ટર આશિષ રોય બીમારી અને પૈસાની તંગીનો સામનો કરી રહ્યા છે, ફેસબુક પર લખ્યું- ભગવાન મને ઉઠાવી લો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટેલિવિઝન ડેસ્ક: ‘સસુરાલ સિમર કા’, ‘કુછ રંગ પ્યાર કે એસે ભી’માં કામ કરી ચૂકેલ એક્ટર આશિષ રોય હાલ ઘણા કઠિન સમયમાંથી પસાર થઇ રહ્યા છે. તેમના ખરાબ સ્વાસ્થ્યને કારણે તે હોસ્પિટલમાં એડમિટ છે. 54 વર્ષીય આશિષ પોતાના જીવનથી એટલા કંટાળી ગયા છે કે તેમને ભગવાન પાસે મૃત્યુ માટે પ્રાર્થના કરી. આશિષે ફેસબુક પર એક પોસ્ટ લખી કે, ‘સવારની કોફી, ખાંડ વગરની, આ મુસ્કાન મજબૂરીમાં છે. ભગવાન મને ઉઠાવી લો.’

આર્થિક તંગી અને બીમારીનો સામનો કરી રહ્યા છે 
એક વેબસાઈટ સાથેની વાતચીતમાં પોતાના જીવનના ખરાબ સમય વિશે જણાવતા કહ્યું કે, ‘મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, મારી તબિયત ઠીક નથી. મારી કિડની કામ નથી કરતી અને મારા શરીરમાં 9 લીટર પાણી જમા થઇ ગયું છે જેને બને એટલું ઝડપથી કાઢવું જરૂરી છે. ડોક્ટરે દવા આપી છે અને 4 લીટર પાણી પણ કાઢી લીધું છે પણ 5 લીટર પાણી હજુ કાઢવાનું બાકી છે. જોઈએ છીએ શું થાય છે.’ જ્યારે આશિષને ડાયાલિસિસ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, ‘તેનો નિર્ણય તો ડોક્ટર કરશે. હું એકલો છું અને મારી દેખરેખ કરનાર કોઈ નથી. મેં લગ્ન પણ નથી કર્યાં. એકલા ઘણી તકલીફ પડે છે. જિંદગી સરળ નથી હોતી.’

આશિષ પાસે કામ નથી 
આશિષને 2019ના શરૂઆતના મહિનામાં પેરાલિસિસનો અટેક આવ્યો હતો. આશિષે કહ્યું કે, ‘હું પેરાલિસિસ અટેક બાદ ઠીક થઇ ગયો હતો પણ મને કામ ન મળ્યું. હાલ હું મારી બચત પર મારી જિંદગી કાઢી રહ્યો છું પરંતુ તે પણ પૂરી થવા આવી છે. હું મારી બહેન પાસે કોલકાતા શિફ્ટ થઇ જઈશ પરંતુ ઇન્ડસ્ટ્રીમાં કોઈએ મને કામ આપવું પડશે બાકી તમને ખબર જ છે કે શું થશે.’ આશિષ એક વોઇસ ઓવર આર્ટિસ્ટ પણ છે અને તેમણે હોલિવૂડ ફિલ્મ ‘જોકર’ના હિન્દી વર્ઝનમાં તેમનો અવાજ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...