‘સપને સુહાને...’ ફેમ રૂપલ ત્યાગી બોલી, હું ડેટિંગ એપ યુઝ કરી ચૂકી છું, પરંતુ કોઈ સારો છોકરો નથી મળતો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટેલિવિઝન ડેસ્ક: ‘સપને સુહાને લડકપન કે’, ‘બિગ બોસ 9’, ‘ઝલક દિખલા જા 8’ જેવા શો કરી ચૂકેલ ત્યાગી 30 વર્ષની થઇ ગઈ છે. 6 ઓક્ટોબર 1989ના રોજ બેંગ્લુરુમાં જન્મેલ રૂપલ પહેલીવાર સુપરનેચરલ શો ‘લાલ ઇશ્ક’ કરવાની છે. ‘દિવ્ય ભાસ્કર’ એપ સાથેની ખાસ વાતચીત દરમ્યાન તેણે તેના નવા શો અને પર્સનલ લાઈફ વિશે ખુલીને વાત કરી. તેણે એવું પણ જણાવ્યું કે તે ડેટિંગ એપ પણ યુઝ કરી ચૂકી છે. પરંતુ હજી સુધી તેને કોઈ સારો છોકરો મળી નથી રહ્યો.


રૂપલે જણાવ્યું કે, ‘લાલ ઇશ્કમાં મારું કેરેક્ટર પટનામાં રહેનારી મોર્ડન છોકરી મનીષાનું છે. તે કંપનીની પ્રેસિડેન્ટ હોય છે. તેનું ધ્યાન માત્ર કામ પર હોય છે. તેણે ક્યારેય કોઈને ડેટ કર્યો હોતો નથી. તેની લાઈફમાં ક્યારેય કોઈ છોકરો આવ્યો નથી માટે તે ડેટિંગ એપનો એક્સપરિમેન્ટ કરે છે અને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાય જાય છે. આ કેરેક્ટર મારાથી મેળ ખાતું છે. મેં પણ ડેટિંગ એપ યુઝ કરી છે પણ ક્યારેય કોઈ ભૂતને નથી મળી. આવી એપનો યુઝ થોડું મગજ વાપરીને કરવું પડે છે. મને આ પ્લેટફોર્મ પર ઘણા પ્રકારના લોકો મળે છે. પરંતુ હજુ સુધી મારા લાયક કોઈ છોકરો મળી શક્યો નથી.’

છ-સાત કલાક રડીને મારી આંખો લાલ થઇ ગઈ હતી 
‘મેં પહેલીવાર સુપરનેચરલ શો લાલ ઇશ્કમાં કામ કર્યું. મને ખબર ન હતી કે આ પ્રકારના શોમાં કેટલા એફર્ટ લાગે છે. હું એવી એક્ટ્રેસ છું કે જો ડરવાનો સીન છે તો હું હકીકતમાં તે ઈમોશનને ફીલ કરવા લાગું છું. મનીષાનો રોલ નિભાવ્યા બાદ હું ખરેખર ડરવા લાગી છું. આ કંઈક છ-સાત કલાક રડવાનો-રાડો પાડવાનો, દોડવાનું- ભાગવાનું, પડવાનો- ઉઠવાનો સીન હતો.રડી રડીને મારી આંખો લાલ થઇ ગઈ હતી. ત્યારબાદ ફરી એક નોર્મલ સીન માટે ખુદને તૈયાર કરાવવામાં તકલીફ પડી હતી.’


‘મારો ચહેરો એવો થઇ ગયો હતો જાણે ખરેખર કોઈ ભૂતને મળીને આવી હોય. આંખોમાં આઇકૂલ નાખ્યું, બરફ મગાવીને મારી આંખો પર રાખ્યો ત્યારે નોર્મલ થઇ. બીજે દિવસે સીન ભૂતને મળ્યા પહેલાંનો હતો.’
આજકાલ લોકોમાં ધીરજ ખૂટી ગઈ છે. પહેલાની જનરેશન લગ્ન નિભાવતી હતી. હવે તો કોઈ એકે નાની ભૂલ શું કરી લીધી કે બાદ છોડી દો, બ્રેકઅપ કરી લો. આવી વાતો થતી હોય છે. પર્સનલી હું કોઈ પર કોઈ કમેન્ટ નથી કરી રહી.

અન્ય સમાચારો પણ છે...