ટીવી / ખેડૂતના દીકરા સનોજે ‘કૌન બનેગા કરોડપતિ 11’ માં એક કરોડ રૂપિયા જીત્યાં

Sanoj Raj Becomes The First Crorepati of Kaun Banega Crorepati 11 Season

Divyabhaskar.com

Sep 11, 2019, 05:57 PM IST

મુંબઈઃ ‘કૌન બનેગા કરોડપતિ 11’માં અત્યાર સુધી બે સ્પર્ધકો એક કરોડના સવાલ સુધી પહોંચ્યાં હતાં. જોકે, બેમાંથી કોઈ પણ કરોડપતિ બની શક્યું નહોતું. હવે, આ શોને પહેલો કરોડપતિ મળશે. સનોજ રાજે એક કરોડ જીત્યાં છે.

સોની ટીવીએ વીડિયો શૅર કર્યો
સનોજ રાજ એક કરોડ રૂપિયા જીતે છે, આ એપિસોડ ગુરુવાર-શુક્રવાર (12-13 સપ્ટેમ્બર)ના ટેલિકાસ્ટ થશે. સોની ટીવીએ સોશિયલ મીડિયામાં સનોજ રાજ એક કરોડ રૂપિયા જીતે છે, તે વીડિયો શૅર કર્યો છે.

કોણ છે સનોજ રાજ?
સનોજ રાજ બિહારના ઝહાનાબાદનો રહેવાસી છે. તેનો પરિવાર ખેતી કરે છે. સનોજને આઈએએસ બનવું છે.

સનોજે એક કરોડ જીત્યાં બાદ અમિતાભે શું કહ્યું?
સનોજે એક કરોડ રૂપિયા જીત્યા પછી અમિતાભે ઉત્સાહ સાથે કહ્યું હતું કે તમે એક કરોડ રૂપિયા જીતી ગયા છો. ત્યારબાદ અમિતાભે સનોજને પૂછ્યું હતું કે તમને કેવું લાગી રહ્યું છે? જેના જવાબમાં સનોજે કહ્યું હતું કે તેને વિશ્વાસ થતો નથી. થોડીવાર બાદ સનોજે કહ્યું હતું કે તે સમાજ માટે કામ કરવા ઈચ્છે છે. સનોજ સાત કરોડનો સવાલનો જવાબ પણ આપવાનો છે. હવે, તે સાત કરોડ જીતશે કે નહીં? તે જોવું રસપ્રદ રહેશે.

આ બે સ્પર્ધકો 50 લાખ જીત્યાં હતાં
ઉલ્લેખનીય છે કે સનોજ પહેલાં 19 વર્ષીય હિમાંશુએ એક કરોડનો સવાલ ક્વિટ કર્યો હતો. તેણે 50 લાખ જીત્યાં હતાં. હિમાંશુ સરકારી ફ્લાઈંગ ઈન્સ્ટીટ્યૂટમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે. હિમાંશુ પહેલાં લેબર ઈન્સ્પેક્ટર ચરણા ગુપ્તા પણ એક કરોડના સવાલ સુધી પહોંચ્યાં હતાં. જોકે, તેમણે ક્વિટ કરી દીધું હતું.

X
Sanoj Raj Becomes The First Crorepati of Kaun Banega Crorepati 11 Season

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી