તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Salman Khan Will Announce A Pair Of 'Nach Baliye 9' Opening Ceremony, This Five Couple Finals

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'નચ બલિયે 9'ની ઓપનિંગ સેરેનમીમાં સલમાન ખાન જોડીઓનું એલાન કરશે, આ પાંચ કપલ ફાઈનલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કિરણ જૈન, મુંબઈઃ ડાન્સ રિયાલિટી શો 'નચ બલિયે 9' ટૂંક સમયમાં જ ટીવી પર શરૂ થશે. હજી સુધી આ શોમાં કઈ-કઈ જોડી ભાગ લેશે, તેની પૂરી યાદ સામે આવી નથી. જોકે, સૂત્રોના મતે, મેકર્સે અત્યાર સુધી પાંચ જોડીઓ ફાઈનલ કરી છે. આ સિઝનમાં મેરિડ કપલ કે લીવ-ઈન પાર્ટનર જ નહીં પણ એક્સ-કપલ્સ પણ સ્ટેજ પર સાથે થરકતા જોવા મળશે.

રવિના ટંડન જજ બની શકે છે
જજીસની વાત કરીએ તો અત્યાર સુધી ચેનલે અનેક બોલિવૂડ સ્ટાર્સનો અપ્રોચ કર્યો છે. જેમાં કેટરીના કૈફ, શાહિદ કપૂર-મીરા રાજપૂત, રવિના ટંડન તથા ટાઈગર શ્રોફ-દિશા પટનીનો સમાવેશ થાય છે. જોકે, આમાંથી કોઈએ હજી સુધી ઓફિશિયલી હા પાડી નથી. સૂત્રોના મતે, રવિના ટંડને ચેનલને વિશ્વાસ અપાવ્યો છે કે તે જજીસ પેનલમાં બેસશે.

સલમાન ખાન પ્રોડ્યૂસર
બોલિવૂડ સ્ટાર સલમાન ખાન 'ધ કપિલ શર્મા શો' બાદ 'નચ બલિયે'ને પ્રોડ્યૂસ કરી રહ્યો છે. 'બિગ બોસ'માં જે રીતે સલમાન ખાન સ્પર્ધકોને ઈન્ટ્રોડ્યૂસ કરે છે, તે જ રીતે 'નચ બલિયે'માં ઓપનિંગ સેરેમનીમાં જોડીઓના નામ જાહેર કરશે. દરેક કપલના રિલેશનશીપ અંગે સલમાન પોતાની પ્રતિક્રિયા આપતો જોવા મળશે.

1) આ કપલ્સ 'નચ બલિયે 9'માં ફાઈનલ થયા છે

પ્રિન્સ નરુલા તથા યુવિકા ચૌધરી ટીવીના લોકપ્રિય કપલમાંથી એક છે. આ કપલે આ શોમાં ભાગ લેવાની હા પાડી દીધી છે. આ બંને 'બિગ બોસ 9'માં જોવા મળ્યાં હતાં. ગયા વર્ષે બંનેએ ઓક્ટોબર મહિનામાં લગ્ન કર્યાં હતાં.

ભોજપુરી એક્ટર-ડાન્સર સંભાવના સેઠ પતિ અવિનાશ સાથે શોમાં જોવા મળી શકે તેમ છે. બંનેએ આ શોની તૈયારી પણ શરૂ કરી દીધી છે. જ્યારે divyabhaskar.comએ સંભાવના સાથે વાત કરી તો તેણે આ મુદ્દે કમેન્ટ કરવાની ના પાડી દીધી હતી. સંભાવના તથા અવિનાશે પાંચ વર્ષના ડેટિંગ બાદ જુલાઈ, 2016માં લગ્ન કર્યાં હતાં. શરૂઆતમાં સંભાવનાના પેરેન્ટ્સ આ લગ્નથી ખુશ નહોતાં. જોકે, સમય જતા તેમણે અવિનાશને જમાઈ તરીકે સ્વીકારી લીધો હતો.

થોડાં વર્ષો પહેલાં એલી તથા નતાશા એકબીજાને ડેટ કરતાં હતાં. જોકે, ડેટિંગના થોડા સમય બાદ જ બંને અલગ થઈ ગયા હતાં. હવે, આ બંને 'નચ બલિયે 9'માં જોવા મળશે.

'ચંદ્રકાંતઃ એક માયાવી પ્રેમ ગાથા'ના કલાકારો મધુરિમા તથા વિશાલ આ શોમાં ભાગ લઈ રહ્યાં છે. મધુરિમા તથા વિશાલની લવ સ્ટોરી 'ચંદ્રકાંતા'ના સેટ પર જ શરૂ થઈ હતી. થોડો સમય ડેટ કર્યાં બાદ બંને અલગ થઈ ગયા હતાં. બ્રેક-અપના એક વર્ષ બાદ હવે બંને 'નચ બલિયે 9'માં જોવા મળશે.

ઉર્વશી પોતાના એક્સ બોયફ્રેન્ડ અનુજ સાથે કામ કરવા તૈયાર થઈ ગઈ છે. બંનેએ પ્રોમો પણ શૂટ કર્યો છે. ઉર્વશી તથા અનુજ વર્ષ 2011માં રિલેશનમાં હતાં. જોકે, બંનેએ ક્યારેય આ સંબંધોનો સ્વીકાર કર્યો નહોતો. જોકે, પછીથી બંને અલગ થઈ ગયા હતાં. સૂત્રોના મતે, ઉર્વશી તથા અનુજની ઉંમરમાં વધારે અંતર હોવાથી અનુજના પેરેન્ટ્સને આ સંબંધ સ્વીકાર્ય નહોતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. સન્માનજનક સ્થિતિ બનશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર વિજય પણ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી વધારે ઉત્સાહ રહેશે. ...

વધુ વાંચો