બિગ બોસ 13 / પાંચ અઠવાડિયાનું એક્સટેન્શન મળતા સલમાન ખાનને ફી ઉપરાંત પ્રતિ એપિસોડ 2 કરોડ રૂ. વધારે મળશે

Salman Khan to get Rs 2 crore extra per episode after Bigg Boss 13 gets five-week extension

Divyabhaskar.com

Nov 26, 2019, 01:53 PM IST

મુંબઈઃ સલમાન ખાનનો શો ‘બિગ બોસ 13’ પહેલાં જાન્યુઆરી મહિનામાં પૂરો થઈ જવાનો હતો. જોકે, હવે તે પાંચ અઠવાડિયા વધુ ચાલશે. હવે, આ શોની ગ્રાન્ડ ફિનાલે ફેબ્રુઆરી મહિનામાં આવશે. સલમાન ખાનને આ પાંચ અઠવાડિયા માટે ફી ઉપરાંત બે કરોડ રૂપિયા વધારાના મળશે.

સલમાને પહેલાં કામ કરવાની ના પાડી હતી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સલમાને વધારાના પાંચ અઠવાડિયા માટે શોને હોસ્ટ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ ‘રાધેઃ મોસ્ટ વોન્ટેડ ભાઈ’ના શૂટિંગમાં વ્યસ્ત થશે. જોકે, ચેનલે સલમાન ખાનને પૈસાની લોભામણી લાલચ આપીને પાંચ અઠવાડિયા માટે મનાવી લીધો છે. ચર્ચા છે કે સલમાન ખાનને ફી ઉપરાંત વધારાના પ્રતિ એપિસોડ બે કરોડ રૂપિયા મળશે. અઠવાડિયામાં ‘બિગ બોસ 13’ના બે એપિસોડમાં સલમાન ખાન આવે છે એટલે સલમાન ખાન પાંચ અઠવાડિયામાં 10 વાર શોમાં જોવા મળશે. એ પ્રમાણે, સલમાન ખાનને વધારાના 20 કરોડ રૂપિયા મળશે. સલમાનની ફી પ્રતિ વીક 17 કરોડ રૂપિયા છે, એ હિસાબે સલમાનને (17*5) 85 કરોડ રૂપિયા તો મળશે અને તેમાં 20 કરોડ રૂપિયા ઉમેરવામાં આવે એટલે ટોટલ પાંચ અઠવાડિયામાં સલમાનને 105 કરોડ રૂપિયા મળશે.

દર વર્ષે સલમાન ‘બિગ બોસ’ હોસ્ટ કરવાની ના પાડે છે
ઉલ્લેખનીય છે કે સલમાન ખાન દર વર્ષે ‘બિગ બોસ’ને હોસ્ટ કરવાની ના પાડે છે. જોકે, દર વર્ષે ચેનલ સલમાન ખાનની ફીની રકમમાં ભારેખમ વધારો કરી દેતી હોય છે. અન્ય ભાષામાં ચાલતા ‘બિગ બોસ’ના એન્કર્સની ફી ભેગી કરવામાં આવે તે કરતાં પણ વધારે ફી સલમાન કાનની હોય છે.

આ વખતે માત્ર સેલિબ્રિટી જ સ્પર્ધકો
ઉલ્લેખનીય છે કે આ વખતે શોમાં માત્ર સેલિબ્રિટી સ્પર્ધકો જ રાખવામાં આવ્યા છે. છેલ્લી બે સિઝનમાં કોમનર્સ પણ ઘરમાં આવતા હતાં. હાલમાં શોમાં આરતી સિંહ, અસીમ રિયાઝ, દેવોલિના ભટ્ટાચાર્જી, હિમાંશી ખુરાના, માહિરા શર્મા, પારસ છાબરા, રશ્મિ દેસાઈ, શૈફાલી જરીવાલા, શહનાઝ ગીલ, સિદ્ધાર્થ શુક્લા, હિન્દુસ્તાની ભાઉ તથા વિશાલ આદિત્ય સિંહ છે.

X
Salman Khan to get Rs 2 crore extra per episode after Bigg Boss 13 gets five-week extension

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી