• Home
  • Bollywood
  • TV
  • Salman Khan said in social media, something new is coming, fans will ask, 'Big Boss 13' will come?

અપકમિંગ / સલમાન ખાને સોશિયલ મીડિયામાં કહ્યું, કંઈક નવું આવી રહ્યું છે, ચાહકોએ પૂછ્યું, 'બિગ બોસ 13' આવશે?

Salman Khan said in social media, something new is coming, fans will ask, 'Big Boss 13' will come?

Divyabhaskar.com

Jun 09, 2019, 05:41 PM IST

મુંબઈઃ ઈદ પર રિલીઝ થયેલી સલમાન ખાનની 'ભારત'એ ચાર દિવસમાં જ 122.20 કરોડની કમાણી કરી છે. 'ભારત'ની સફળતા વચ્ચે સલમાને ટ્વિટર પર એક ટ્વીટ કરી હતી. જેમાં તેણે નવા પ્રોજેક્ટ તરફ ઈશારો કર્યો છે.

તસવીર શૅર કરી
સલમાન ખાને ટ્વિટર પર એક તસવીર શૅર કરી હતી અને કહ્યું હતું, કંઈક નવું આવી રહ્યું છે. આ તસવીરમાં સલમાન ખાન ખુરશી પર બેઠેલો જોવા મળે છે. પાછળ લાઈટ્સ જોવા મળે છે. ચાહકો અટકળ કરી રહ્યાં છે કે સલમાન ખાને 'બિગ બોસ 13'ની તૈયારી શરૂ કરી છે. હાલમાં 'બિગ બોસ'માં સ્પર્ધકોનું સિલેક્શન ચાલી રહ્યું છે.

અનેક યુઝર્સે કમેન્ટ કરી


હાલમાં લિસ્ટ લીક થયું
સૂત્રોના મતે, હાલમાં જ 'બિગ બોસ' માટેના 23 સ્પર્ધકોની એક યાદી લીક થઈ હોવાનું કહેવામાં આવ્યું છે અને દાવો કરવામાં આવ્યો છે કે આ 23માંથી જ 13 સ્પર્ધકો 'બિગ બોસ'ના ઘરમાં જશે. આ તમામે તમામ 23 સ્પર્ધકોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમાંથી કેટલાંકે હા પાડી દીધી છે.

23 સ્પર્ધકોના નામ

1. ઝરિન ખાન (બોલિવૂડ એક્ટ્રેસ)
2. ચંકી પાંડે (બોલિવૂડ એક્ટર)
3. રાજપાલ યાદ (બોલિવૂડ એક્ટર)
4. વરિના હુસૈન (ઈન્ડિયન મોડલ)
5. દેવોલિના ભટ્ટાચાર્જી (ટીવી એક્ટ્રેસ)
6. અંકિતા લોખંડે (ટીવી-બોલિવૂડ એક્ટ્રેસ)
7. રાકેશ વશિષ્ઠ (ટીવી એક્ટર)
8. મહિકા શર્મા (મોડલ)
9. ડેન્ની ડી (મેલ પોર્ન સ્ટાર)
10. જીત (બેંગાલી સુપરસ્ટાર, 'બિગ બોસ' બાંગ્લાનો હોસ્ટ)
11. ચિરાગ પાસવાન (રાજકારણી)
12. વિજેન્દ્ર સિંહ (બોક્સર, એક્ટર)
13. રાહુલ ખંડેલવાલ (મોડલ)
14. હિમાંશ કોહલી( ટીવી એક્ટર)
15. મહિમા ચૌધરી (બોલિવૂડ એક્ટ્રેસ)
16. મેઘના મલિક (ટીવી એક્ટ્રેસ)
17. મહાઅક્ષય ચક્રવર્તી (મિથુન ચક્રવર્તીનો દીકરો, એક્ટર)
18. દયાનંદ શેટ્ટી ('સીઆઈડી' ફૅમ એક્ટર)
19. ફૈઝી બૂ (મેક આર્ટીસ્ટ)
20. રીતુ બેરી (ફેશન ડિઝાઈનર)
21. સોનલ ચૌહાણ (સિંગર, મોડેલ)
22. ફઝીલપુરિયા રાહુલ યાદવ (સિંગર)
23. સિદ્ધાર્થ શુક્લા (એક્ટર)

X
Salman Khan said in social media, something new is coming, fans will ask, 'Big Boss 13' will come?
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી