‘બિગ બોસ 13’ની લોન્ચિંગ ઈવેન્ટમાં સલમાન ખાન ફોટોગ્રાફર પર ગુસ્સે થઈને બોલ્યો, તું મારો બોયકોટ કરી દે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ રિયાલિટી શો ‘બિગ બોસ 13’ની લોન્ચિંગ ઈવેન્ટ સોમવારના (23 સપ્ટેમ્બર) રોજ મુંબઈમાં યોજાઈ હતી. આ સમય દરમિયાન સલમાન ખાને મીડિયા સાથે વાતચીત કરી હતી અને શો અંગેની માહિતી આપી હતી. ઈવેન્ટના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આવા જ એક વીડિયોમાં સલમાન ખાન એક ફોટોગ્રાફર સાથે દલીલો કરતો જોવા મળે છે. વીડિયોમાં સલમાન ખાન તે ફોટોગ્રાફરને કહે છે કે હંમેશાં તેની સાથે જ આમ થાય છે અને આથી જ તેણે તેનો બોયકોટ કરી દેવો જોઈએ. 

ફોટોગ્રાફર સલમાનની વચ્ચે આવી ગયો હતો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સલમાન જ્યારે સ્ટેજ તરફ આગળ વધ્યો ત્યારે જ એક ફોટોગ્રાફર તેની તસવીર ક્લિક કરવા માટે તેના રસ્તામાં વચ્ચે આવી ગયો હતો. એક્ટરને આ વાત પસંદ આવી નહોતી. સ્ટેજ પર આવતા જ સલમાન ગુસ્સે થઈ ગયો હતો અને તેણે પ્રેસના અન્ય લોકોને અપીલ કરી હતી કે તેમણે આ રિપોર્ટરને લઈ કંઈક નિર્ણય લેવાની જરૂર છે. 

29 સપ્ટેમ્બરે પ્રીમિયર યોજાશે
‘બિગ બોસ 13’નો પ્રીમિયર એપિસોડ 29 સપ્ટેમ્બર રવિવારે નવ વાગે યોજાશે. સોમથી શુક્રવાર આ શો રાત્રે 10.30 વાગે આવશે. વીકેન્ડ એટલે કે શનિ-રવિવાર આ શો રાત્રે નવ વાગે આવશે. આ બંને દિવસ સલમાન ખાન જોવા મળશે. 

આ સ્પર્ધકો હોય તેવી શક્યતા
ચર્ચા છે કે દેવોલીના ભટ્ટાચાર્જી, સિદ્ધાર્થ શુક્લા, રશ્મિ દેસાઈ, દલજીત કૌર, આરતી સિંહ જેવા સેલેબ્સ આ શોમાં જોવા મળશે. 

અન્ય સમાચારો પણ છે...