પ્રોમો / ‘બિગ બોસ 13’નો પ્રોમો શૂટ, સલમાન ખાન ‘નાગિન 3’ની એક્ટ્રેસ સાથે ફ્લર્ટ કરતો જોવા મળશે

Salman Khan flirts with Surbhi Jyoti, Karan Wahi livid In Bigg Boss 13 promo shoot

Divyabhaskar.com

Aug 13, 2019, 01:16 PM IST

મુંબઈઃ ટીવીનો સૌથી ચર્ચિત રિયાલિટી શો ‘બિગ બોસ 13’ 29 સપ્ટેમ્બરથી શરૂ થશે, તેવી ચર્ચા છે. આ દરમિયાન સલમાન ખાને શોના પહેલાં પ્રોમોનું શૂટિંગ મુંબઈના ફિલ્મસિટી સ્ટુડિયોમાં કર્યું હતું. સોશિયલ મીડિયામાં સલમાન ખાન તથા ચેનલે પ્રોમો શૂટની પહેલી તસવીર પણ શૅર કરી હતી.

સલમાન એક્ટ્રેસને ફ્લર્ટ કરતો જોવા મળશે
સલમાન ખાન કેઝ્યૂઅલ લુકમાં જોવા મળે છે. રિપોર્ટ્સ પ્રમાણે, સલમાન ખાને ‘નાગિન 3’ની લીડ એક્ટ્રેસ સુરભી જ્યોતિ તથા ટીવી એક્ટર કરણ વાહી સાથે પ્રોમો શૂટ કર્યો છે. પ્રોમોમાં સલમાન ખાન જોગિંગ કરતાં સમયે સુરભી સાથે ફ્લર્ટ કરતો જોવા મળશે. સલમાન એક્ટ્રેસને ફૂલ આપશે, ત્યારે જ કરણ વાહીની એન્ટ્રી થશે. કરણ વાહી એક્ટ્રેસના લવરના રોલમાં છે. તે સુરભી પાસેથી ફૂલ લઈ લેશે.

આ વખતની થીમ હજી નક્કી નથી
‘બિગ બોસ 13’ની હજી સુધી થીમ નક્કી કરવામાં આવી નથી. કહેવાય છે કે આ વખતે શોની થીમ હોરર હશે. ઉલ્લેખનીય છે કે ગઈ સિઝન ફ્લોપ રહી હતી. આ વખતે શોમાં માત્ર સેલિબ્રિટિઝ જ જોવા મળશે. ચર્ચા છે કે પ્રાઈઝ મની 50 લાખથી વધારીને એક કરોડ રૂપિયા કરવામાં આવશે. આ ઉપરાંત આ વર્ષે ‘બિગ બોસ 13’નો સેટ લોનાવાલા નહીં પણ ફિલ્મસિટીમાં બનાવવામાં આવ્યો છે.

આ સેલેબ્સ શોમાં જોવા મળશે
ચર્ચા છે કે ‘બિગ બોસ 13’ના ઘરમાં મુગ્ધા ગોડસે, સિદ્ધાર્થ શુક્લા, માહિકા શર્મા, ચંકી પાંડે, આદિત્ય નારાયણ તથા કરણ પટેલ જેવા સેલેબ્સ જોવા મળશે.

X
Salman Khan flirts with Surbhi Jyoti, Karan Wahi livid In Bigg Boss 13 promo shoot

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી