• Home
  • Bollywood
  • TV
  • Saath Nibhaana Sathiya' Star Mohammad Nazim To Soon Get Married To Astrologer GF, Shaiena Seth

સેલેબ લાઈફ / ‘સાથ નિભાના સાથિયા’ ફૅમ મોહમ્મદ 8 વર્ષના ડેટિંગ બાદ શાઈના સેઠ સાથે આવતા વર્ષે લગ્ન કરશે

Saath Nibhaana Sathiya' Star Mohammad Nazim To Soon Get Married To Astrologer-GF, Shaiena Seth
X
Saath Nibhaana Sathiya' Star Mohammad Nazim To Soon Get Married To Astrologer-GF, Shaiena Seth

Divyabhaskar.com

Jul 24, 2019, 07:00 PM IST

મુંબઈઃ ટીવી સિરિયલ ‘સાથ નિભાના સાથિયા’માં અહમ મોદીનો રોલ પ્લે કરીને જાણીતા બનેલા ટીવી એક્ટર મોહમ્મદ નાઝિમ હાલમાં અંગત જીવનને કારણે ચર્ચામાં છે. મોહમ્મદ હવે લગ્ન કરીને ઠરીઠામ થવાનું વિચારી રહ્યો છે. તે જ્યોતિષ શાઈના સેઠને વર્ષ 2011થી ડેટ કરી રહ્યો છે. આ બંને વર્ષ 2020ની શરૂઆતમાં લગ્ન કરશે.

શું કહ્યું નાઝિમે?

1. આવતા અઠવાડિયે રોકા સેરેમની

નાઝિમે ખુલાસો કર્યો હતો કે આવતા અઠવાડિયે તેની રોકા સેરેમની છે. નાઝિમ પ્રેમિકાને અદ્દુ કહીને બોલાવે છે. કારણ કે તેનું સાચું નામ અદ્વિતા છે. લગ્ન અંગે નાઝિમે કહ્યું હતું કે તેણે અને અદ્દૂએ જેમ બને તેમ જલ્દી લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. આવતા વીકમાં તેનો પરિવાર તેને મળવા આવે છે. ત્યારે રોકા સેરેમની થવાની છે.

2. કોઈ પણ ધર્મ અપનાવવા માટે સ્વતંત્ર

શાઈના સેઠ હિંદુ છે અને નાઝિમ મુસ્લિમ છે. અલગ ધર્મના હોવાને કારણે નાઝિમે કહ્યું હતું કે તેણે ક્યારેય પોતાની આસ્થા તથા વિશ્વાસને શાઈના પણ માને તેવો પ્રયાસ કર્યો નથી. તે ગમે તે ધર્મ અપનાવી શકે છે. તેના માટે તેને પૂરતી સ્વતંત્રતા છે. એક ઘર ત્યારે જ યોગ્ય રીતે ચાલી શકે જ્યારે પાર્ટનર વચ્ચે સારી સમજણ હોય. તે ભવિષ્યને સુંદર બનાવવા માટે તે દરેક બાબતો કરશે, જે અદ્દૂને પસંદ છે. તેનો પરિવાર પણ અદ્દૂને વહુ તરીકે લાવવા માટે આતુર છે.

3. કોમન ફ્રેન્ડની મદદથી મુલાકાત

શાઈના તથા નઝિમની મુલાકાત વર્ષ 2011માં એક કોમન ફ્રેન્ડની મદદથી થઈ હતી. છ મહિનાની મિત્રતા બાદ નઝિમ, શાઈનાને પ્રેમ કરવા લાગ્યો હતો. ત્યારબાદ નઝિમે શાઈનાને પ્રપોઝ કર્યું હતું. નઝિમે કહ્યું હતું કે તેઓ જ્યારે પણ મળતા ત્યારે તેમની વાતો ખૂટતી જ નહોતી. આવામાં તેમની સાથે આવેલા ફ્રેન્ડ્સ પણ એકલા પડી જતા હતાં.

4. શાઈનાની આ વાત પસંદ છે

એક્ટરે કહ્યું હતું કે તેને શાઈનાની એક વાત ઘણી જ પસંદ હતી કે જ્યારે તેઓ મિત્રો હતાં, ત્યારે ક્યારેય શાઈનાએ તેની પાસેથી નંબર માગ્યો નહોતો. જ્યારે તેણે પ્રપોઝ કરવાનું નક્કી કર્યું ત્યારે તેણે સામેથી જ નંબર માગ્યો હતો. તેને શાઈનાની સાદગી, સમજણ તથા કૅરિંગ નેચર પસંદ છે. આ ઉપરાંત શાઈના માટે પરિવાર સૌથી પહેલાં આવે છે.

5. આ મુદ્દે થતો ઝઘડો

મોહમ્મદ નઝિમના અન્ય એક્ટ્રેસિસ સાથેની લિંક-અપની વાતોથી શાઈના ઘણી જ અકળાઈ ઉઠતી હતી. આ મુદ્દે તે ઘણીવાર નઝિમ સાથે ઝઘડો પણ કરતી હતી. નઝિમે કહ્યું હતું કે અફેરની વાતોને લઈ તેમની વચ્ચે દલીલબાજી થતી હતી. જોકે, તેણે હંમેશા શાઈનાને કહ્યું હતું કે તે તેની પર વિશ્વાસ કરે. તે હંમેશા તેના પ્રત્યે ઈમાનદાર રહેશે. ઉલ્લેખનીય છે કે મોહમ્મદ નિઝામે ‘લાલ ઈશ્ક’, ‘ઉડાન’ તથા ‘રૂપ’ જેવી સિરિયલ્સમાં કામ કર્યું છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી