• Home
  • Bollywood
  • TV
  • Ronit Roy ran barefoot in the thorn forest, even after 17 stitches, continued the shooting of the web series

કમિટમેન્ટ / રોનિત રોય ખુલ્લા પગે કાંટાળા જંગલમાં દોડ્યો, 17 ટાંકા આવ્યા છતાં વેબ સીરિઝનું શૂટિંગ ચાલુ રાખ્યું

Ronit Roy ran barefoot in the thorn forest, even after 17 stitches, continued the shooting of the web series

Divyabhaskar.com

Jun 07, 2019, 01:07 PM IST

મુંબઈઃ બોલિવૂડ તથા ટીવી એક્ટર રોનિત રોય વેબ સીરિઝ 'હોસ્ટેજ'માં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. હાલમાં જ આ સીરિઝની એક્શન સિક્વન્સનું શૂટિંગ નવી દિલ્હીના નેશનલ પાર્કમાં થયું હતું. પાર્કની વચ્ચે કાંટાળા જંગલમાં રોનિતે ખુલ્લા પગે શૂટિંગ કર્યું હતું. તેની તથા અન્ય એક એક્ટર વચ્ચે શૂટ કરવામાં આવેલા ફાઈટ સીન દરમિયાન રોનિત ગંભીર રીતે ઘાયલ થયો હતો. જોકે, તેમ છતાંય રોનિતે શૂટિંગ અટકાવ્યું નહોતું. રોનિતને 17 ટાંકા આવ્યા હતાં.

રોનિતે કહ્યું, ઘણી જ મુશ્કેલ સિક્વન્સ હતી
શૂટિંગનો અનુભવ શૅર કરતાં રોનિતે કહ્યું હતું, 'આ ઘણી જ મુશ્કેલ ચેસ સિક્વન્સ હતી. આ બધું ત્યારે થયું, જ્યારે અમે દિલ્હીના નેશનલ પાર્કમાં ક્લાઈમેક્સનું શૂટિંગ કરતા હતાં. માત્ર હું જ નહીં પરંતુ આખું યુનિટ આ સમયે જંગલમાં દોડી રહ્યું હતું.' આ સીરિઝથી ડિરેક્ટર સુધીર મિશ્રા ડિજીટલ ડેબ્યૂ કરી રહ્યાં છે. આ સીરિઝમાં ટિસ્કા ચોપરા, પરવીન ડાબસ તથા અશીમ ગુલાટી મહત્ત્વના રોલમાં છે. આ સીરિઝ ઈઝરાયેલ શો 'હોસ્ટેજ'માંથી બનાવવામાં આવી છે.

શું છે આ સીરિઝની વાર્તા?
'હોસ્ટેજ'ની વાર્તા એક જાણીતા સર્જન ડૉ. મીરા આનંદની આસપાસ ફરે છે. મીરા આનંદે સીએમનું ઓપરેશન કરવાનું હોય છે. જોકે, એક રાત પહેલાં જ તેના પરિવારને બંધક બનાવી લેવામાં આવે છે અને સામે સીએમને મારી નાખવાની શરત મૂકવામાં આવે છે. વાર્તામાં આગળ મુંબઈ પોલીસ અધિકારી પૃથ્વી સિંહની એન્ટ્રી થાય છે.

X
Ronit Roy ran barefoot in the thorn forest, even after 17 stitches, continued the shooting of the web series
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી