સેલેબ લાઈફ / ટ્રાન્સફોર્મેશન બાદ રામ કપૂરને ઓળખવો બન્યો મુશ્કેલ, ડાયટ અને વર્કઆઉટ પ્લાનથી વજન ઉતાર્યું

ram kapoor fat to fit journey. know his diet and work out plan
X
ram kapoor fat to fit journey. know his diet and work out plan

Divyabhaskar.com

Jul 10, 2019, 03:06 PM IST

મુંબઈઃ ટીવી તથા બોલિવૂડ એક્ટર રામ કપૂરનું શોકિંગ ટ્રાન્સફોર્મેશન સોશિયલ મીડિયામાં વાયરલ છે. ચાહકો તથા સેલેબ્સ રામ કપૂરને જોઈને નવાઈમાં મૂકાઈ ગયા છે કે કેવી રીતે તે આટલો પાતળો થયો? હાલમાં જ રામ કપૂરે પોતાના ડાયટ પ્લાન અંગે વાત કરી હતી. તેણે વર્કઆઉટની સાથે સાથે ડાયટમાં ખાસ ફેરફાર કર્યો હતો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

😘

A post shared by Ram Kapoor (@iamramkapoor) on

કેવું છે રામ કપૂરનું રૂટિન?

1. વર્કઆઉટ પ્લાન

રામ કપૂર સવારે ઉઠીને સૌ પહેલાં જીમમાં જાય છે. જીમમાં જતાં પહેલાં તે કંઈ પણ ખાતો નથી. અહીંયા તે હેવી વેટ ટ્રેનિંગ કરે છે. રાત્રે સૂતા પહેલાં રામ કપૂર કાર્ડિયો કરે છે.

2. ડાયટ પ્લાન
  • રામ કપૂર દિવસમાં 16 કલાક સુધી કંઈ પણ ખાતો નથી. જેને ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કહે છે. આ સાથે જ તે જ્યારે પણ ભોજન લે છે, ત્યારે કેલેરીનું ઘણું જ ધ્યાન રાખે છે.
  • ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ આજકાલ વજન ઓછું કરવા માટેના ઉપાયોમાંથી સૌથી ચર્ચિત છે. જેમાં ભોજનના સમય પર ધ્યાન આપવાનું હોય છે. લાંબા સમય સુધી કંઈ જ ખાવાનું હોતુ નથી. સરળ શબ્દોમાં કહીએ તો શું ખાવું અને શું નહીં તેને બદલે એ વાત પર ફોક્સ કરવામાં આવે છે કે ક્યારે ખાવું?
  • ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ દરમિયાન તમે ભોજનને બદલે જ્યૂસ, પાણી, ચા-કૉફી લઈ શકો છે. રામ કપૂર 16 કલાક સુધી કંઈ જ ખાતો નથી. તે બપોરથી સાંજના સમયગાળામાં ભોજન લેતો હોય છે.
  • ચર્ચા છે કે રામ કપૂરે આ રીતે 30 કિલો જેટલું વજન ઓછું કર્યું છે. તેની ટ્રાન્સફોર્મેશનની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. રામ કપૂરની ફિટનેસ ચાહકો માટે ઈન્સિપરેશન છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી