• Home
  • Bollywood
  • TV
  • Rajpal Yadav said, "I got the offer of Big Boss but could not take part

બિગ બોસ 13 / રાજપાલ યાદવે કહ્યું, મને 'બિગ બોસ'ની ઓફર મળી પરંતુ ભાગ નહીં લઈ શકું

Rajpal Yadav said,
X
Rajpal Yadav said,

divyabhaskar.com

Jun 05, 2019, 03:43 PM IST

મુંબઈઃ સલમાન ખાનના વિવાદિત શો 'બિગ બોસ 13'માં સ્પર્ધક તરીકે અનેક જાણીતી હસ્તીઓના નામ સામે આવી રહ્યાં છે. જેમાં ટીવી એક્ટર કરણ પટેલ, દેવોલિના ભટ્ટાચાર્જી, રશ્મિ દેસાઈ, અંકિતા લોખંડે તથા બોલિવૂડ એક્ટ્રેસ ઝરિન ખાનના નામ સામેલ છે. હવે, કોમેડિયન એક્ટર રાજપાલ યાદવનું નામ પણ સામે આવ્યું છે.  જોકે, રાજપાલે કહ્યું હતું કે તે શોમાં ભાગ લઈ શકશે નહીં.

ઓફર મળી પરંતુ ભાગ નહીં લઈ શકું

એક અંગ્રેજી વેબસાઈટ સાથેની વાતચીતમાં રાજપાલે કહ્યું હતું, 'દર વર્ષની જેમ આ વર્ષે પણ મને શોની ઓફર મળી હતી પરંતુ મારી પાસે ફિલ્મ્સ હોવાથી હું આ શોમાં ભાગ લઈ શકીશ નહીં. મને આ શો ઘણો જ પસંદ છે. આ શોનું ફોર્મેટ પણ રસપ્રદ છે જોકે, હું આ સિઝનમાં આવવાનો નથી. જે લોકો આ સિઝનમાં ભાગ લેવાના છે, તેમને મારા તરફથી શુભેચ્છાઓ'

2. રાજપાલ માર્ચમાં ત્રણ મહિનાની સજા કાપીને જેલમાંથી બહાર આવ્યો

રાજપાલ યાદવ માર્ચમાં ત્રણ મહિનાની જેલની સજા કાપીને પરત ફર્યો છે. નવેમ્બર, 2018માં દિલ્હી હાઈકોર્ટે પાંચ કરોડની લોન ના ચૂકવી શકવાને કારણે ત્રણ મહિનાની જેલની સજા સંભળાવી હતી. આ લોન રાજપાલ યાદવની કંપનીએ 2010માં એક ફિલ્મ પ્રોડ્યૂસ કરવા માટે લીધી હતી. સજા અંગે રાજપાલે કહ્યું હતું કે કાયદો બધા માટે સમાન છે. કોઈ પણ વ્યક્તિ દેશના કાયદા-વ્યવસ્થાથી દૂર નથી. આથી જ તેણે કાયદાનું પાલન કરનાર નાગરિક તરીકે અદાલતના નિર્ણયનો સ્વીકાર કર્યો છે. યાદવે 'માલામાલ વીકલી', 'વક્ત', 'મુઝસે શાદી કરોંગી', 'મૈંને પ્યાર ક્યો કિયા', 'ભૂલભૂલૈયા', 'હેરાફેરી', 'ચૂપકે ચૂપકે' તથા 'દે દના દન' સહિતની ફિલ્મ્સમાં કામ કર્યુ છે.

 

3. 'બિગ બોસ 13'માં માત્ર સેલિબ્રિટી

'બિગ બોસ 13'માં માત્ર સેલિબ્રિટી જ જોવા મળશે. આ શો 29 સપ્ટેમ્બરે શરૂ થશે અને 12 જાન્યુઆરી, 2020 સુધી ચાલશે. આ વખતે શો લોનાવાલામાં નહીં પરંતુ ફિલ્મસિટીમાં શૂટ કરવામાં આવશે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી