• Home
  • Bollywood
  • TV
  • 'Radhakrishna' reel life pair Sumedh Mallika dating in real life, the actress's mother annoyed

અફેર / સિરિયલ 'રાધાકૃષ્ણ'ના એક્ટર્સ સુમેધ-મલ્લિકા રિયલ લાઈફમાં ડેટ કરે છે, એક્ટ્રેસની માતા નારાજ

'Radhakrishna' reel life pair Sumedh-Mallika dating in real life, the actress's mother annoyed

divyabhaskar.com

Jun 04, 2019, 06:25 PM IST

મુંબઈઃ પૌરાણિક સિરિયલ 'રાધાકૃષ્ણ'ના લીડ એક્ટર્સ કૃષ્ણ (સુમેધ મુદગલકર) તથા રાધા (મલ્લિકા સિંહ) રિયલ લાઈફમાં એકબીજાને ડેટ કરતા હોવાની ચર્ચા છે. જેને કારણે મલ્લિકાની માતા ઘણી જ નારાજ છે. સૂત્રોના મતે, સુમેધ તથા મલ્લિકા સેટ પર શૂટિંગ સિક્વન્સ દરમિયાન પોતાના પ્રેમનો ઈઝહાર કરતા જોવા મળે છે. આ ઓન-સ્ક્રીન જોડી રિયલ લાઈફ જોડી બની ચૂકી છે.

એક્ટ્રેસની માતા નારાજ
સુમેધ તથા મલ્લિકાની નિકટતાને કારણે એક્ટ્રેસની માતા સતત તેની સાથે રહે છે, જેથી દીકરી પર નજર રાખી શકે. કહેવાય છે કે મલ્લિકાની માતા નથી ઈચ્છતી કે તેમની દીકરી કરિયરની શરૂઆતમાં આવી કોઈ ભૂલ કરે. મલ્લિકાએ હાલમાં કરિયર પર જ ધ્યાન આપવું જોઈએ.

સુમેધ 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'માં ભાગ લઈ ચૂક્યો છે
2014માં સુમેધે 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'ની ચોથી સિઝનમાં ભાગ લીધો હતો. સુમેધ માસ્ટર શ્રુતિ મર્ચન્ટની ટીમમાં હતો. શ્રુતિએ સુમેધને ડબસ્ટેપ ડાન્સને કારણે તેને બીટકિંગનું ટાઈટલ આપ્યું હતું. સુમેધે ત્રણ મરાઠી ફિલ્મ્સમાં કામ કર્યું છે. આ સિવાય 'દિલ દોસ્તી ડાન્સ' તથા 'ચક્રવર્તી અશોક સમ્રાટ' જેવી સિરિયલ્સમાં કામ કર્યું છે. મલ્લિકાની આ પહેલી જ સિરિયલ છે.

X
'Radhakrishna' reel life pair Sumedh-Mallika dating in real life, the actress's mother annoyed
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી