• Home
  • Entertainment
  • Television
  • Puja Banerjee wedding with Kunal Verma : Goddess Parvati of Devon Ke Dev Mahadev says, 'It’s time to be together forever'

રિલેશન / 9 વર્ષના રિલેશનશિપ બાદ પૂજા બેનર્જી બોયફ્રેન્ડ કુણાલ વર્મા સાથે લગ્ન કરશે, ઇન્સ્ટાગ્રામ પર અનાઉન્સ કર્યું

Puja Banerjee wedding with Kunal Verma : Goddess Parvati of Devon Ke Dev Mahadev says, 'It’s time to be together forever'

Divyabhaskar.com

Mar 10, 2020, 10:27 AM IST

ટેલિવિઝન ડેસ્ક: ધાર્મિક સિરિયલ ‘દેવો કે દેવ મહાદેવ’માં પાર્વતીનો રોલ નિભાવનાર એક્ટ્રેસ પૂજા બેનર્જી ટૂંક સમયમાં લગ્ન કરશે. 9 વર્ષ સુધી બોયફ્રેન્ડ અને મંગેતર કુણાલ વર્મા સાથે રહ્યા બાદ હવે તે લગ્ન કરશે. આ વાતની જાણકારી તેણે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને આપી હતી. વચ્ચે તેઓ અલગ પણ થયા હતા પરંતુ પછી ફરી સાથે આવી ગયા હતા. ત્યારબાદ 2017માં બંનેએ સગાઈ કરી લીધી હતી.

તેણે પોસ્ટ નીચે લખ્યું કે, ‘કુણાલ વર્મા તું મને સંપૂર્ણ બનાવે છે. હું દીકરી, બહેન, ફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ હતી અને હવે ફાઈનલી વાઈફ બનવા જઈ રહી છું. લગ્ન કરવા જઈ રહ્યા છીએ. તમારા આશીર્વાદની જરૂર છે.’

પૂજા અને કુણાલની પહેલી મુલાકાત ‘તુજ સંગ પ્રીત લગાઈ સજના’ના સેટ પર થઇ હતી. પછી તેઓ નજીક આવ્યા. આ સિરિયલ સિવાય પૂજા નાના પડદે ‘સર્વગુણ સંપન્ન’, ‘કબૂલ હૈ’, ‘કોમેડી નાઈટ્સ બચાઓ’, ‘ઝલક દિખલા જા- 8’, ‘કોમેડી ક્લાસીસ’ જેવા ઘણા શોમાં દેખાઈ ચૂકી છે.

X
Puja Banerjee wedding with Kunal Verma : Goddess Parvati of Devon Ke Dev Mahadev says, 'It’s time to be together forever'
Puja Banerjee wedding with Kunal Verma : Goddess Parvati of Devon Ke Dev Mahadev says, 'It’s time to be together forever'
Puja Banerjee wedding with Kunal Verma : Goddess Parvati of Devon Ke Dev Mahadev says, 'It’s time to be together forever'

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી