સેલેબ લાઈફ / ‘પટિયાલા બેબ્સ’ શોની અશનૂર કૌરે કહ્યું- રોલ નિભાવતા નિભાવતા જિંદગીનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો

'Patiala Babes' Show's Ashnoor Kaur Said show has given her different outlook towards life

Divyabhaskar.com

Jan 07, 2020, 12:13 PM IST

ટેલિવિઝન ડેસ્ક: શો ‘પટિયાલા બેબ્સ’ નવા જમાનાની સ્ટોરી સાથે એક ટ્રેન્ડસેટર બની ગઈ છે. શોમાં મિનીનો લીડ રોલ પ્લે કરનાર અશનૂર કૌર માટે આ શો ઘણો ખાસ છે. આ શોએ તેને શીખવ્યું કે જિંદગીમાં અણધાર્યા વળાંક આવે છે અને આપણે ખરાબમાં ખરાબ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ.

અશનૂરે કહ્યું કે, ‘આ શોમાં મને જિંદગી બદલી નાખે એવો અનુભવ થયો છે. આ સ્ટોરીમાં આવતા ઉતાર-ચડાવે મને શીખવ્યું કે જિંદગી ઘણી અણધારી છે અને માત્ર થોડી જ મિનિટોમાં બધું બદલી શકે છે. પોતાનાં માતાપિતાના તલાકથી લઈને પોતાની માતાને ઓળખ અપાવવામાં તેમની મદદ કરવા સુધી અને પોતાની માતાના ફરી લગ્ન કરવાથી લઈને પોતાનાં માતાપિતાનું મૃત્યુ જોવા સુધીમાં મિનીના કેરેક્ટરે પોતાના જીવનમાં ઘણી પરિસ્થતિઓનો સામનો કર્યો છે.’

તેણે કહ્યું કે, ‘એક્ટર્સ તરીકે અમે માત્ર અમારો રોલ પ્લે કરીએ છીએ અને શૂટિંગ ખતમ થતાંની સાથે અમે અમારા રોલમાંથી બહાર આવવાની કોશિશ કરીએ છીએ. પણ જ્યારે સ્ટોરી આટલી પ્રભાવી હોય તો પેકઅપ પછી પણ આ તમારા દિલ દિમાગ પર છવાયેલી રહે છે. મિનીના કેરેક્ટરે મને જીવનનો એક નવો દૃષ્ટિકોણ આપ્યો છે. હવે હું પર્સનલ અને પ્રોફેશનલ જીવન વચ્ચે બેલેન્સ રાખવાની ટ્રાય કરું છું અને મારા પરિવાર અને મિત્રો સાથે વધુ સમય વિતાવું છું.’

X
'Patiala Babes' Show's Ashnoor Kaur Said show has given her different outlook towards life

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી