સેલેબ લાઈફ / ‘નચ બલિયે 9’ છોડ્યાં બાદ ફૈઝલ ખાને બાલ્ડ થઈને કહ્યું, હું સર્વાઈવર નથી પણ યૌદ્ધા છું

nach baliye 9 fame Faisal Khan went bald; says he is not a survivor but a warrior

Divyabhaskar.com

Sep 11, 2019, 10:21 AM IST

મુંબઈઃ લોકપ્રિય ટીવી એક્ટર ફૈઝલ ખાન આજકાલ ચર્ચામાં છે. પહેલાં પગમાં ઈજા થવાને કારણે તેણે ‘નચ બલિયે 9’ શો છોડ્યો હતો. આ શો છોડ્યાં બાદ હવે ફૈઝલ ખાન બાલ્ડ થયો છે. હાલમાં જ ફૈઝલ ખાને સોશિયલ મીડિયામાં પ્રેરણાદાયક પોસ્ટ શૅર કરી છે. આ તસવીરમાં ફૈઝલ ખાન વ્હીલચેર પર બેઠેલો જોવા મળે છે.

શું કહ્યું ફૈઝલે?
આ તસવીર શૅર કરીને ફૈઝલે કહ્યું હતું, તે બાળક હતો ત્યારથી લડી રહ્યો છે. તે સર્વાઈવર નથી પરંતુ યૌદ્ઘા છે. ફૈઝલે કેમ તમામ વાળ ઉતરાવી નાખ્યા, તેને લઈ કોઈ માહિતી મળી નથી.

ફૈઝલે ‘નચ બલિયે 9’માં સારું પર્ફોર્મન્સ આપ્યું હતું
ફૈઝલ તથા મુસ્કાન ‘નચ બલિયે 9’માં ઘણાં જ સારા પર્ફોર્મન્સ આપતાં હતાં અને તેમનાથી જજ પણ ઘણાં જ ઈમ્પ્રેસ હતાં. ટીવી શો ‘ચંદ્રગુપ્ત મૌર્ય’ના સેટ પર ઘોડેસવારી કરતાં સમયે ફૈઝલને પગમાં ઈજા થઈ હતી અને ડોક્ટરે તેને સંપૂર્ણ આરામની સલાહ આપી હતી. આ જ કારણથી ફૈઝલે ‘નચ બલિયે 9’ છોડવાનો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ફૈઝલે હોસ્પિટલની તસવીર શૅર કરીને ઈમોશનલ નોટ લખી હતી. ફૈઝલે કહ્યું હતું, ‘ક્યારેક-ક્યારેક, ભાગ્ય તમારી ઈચ્છા વિરુદ્ધ કામ કરે છે અને દુર્ભાગ્યથી તમે એને કંટ્રોલ કરી શકતા નથી. ‘નચ બલિયે’ સ્ટેજ પર મેં કમબેક કર્યું હતું, પ્રદર્શન પણ શાનદાર રહ્યું, ડાન્સ કરવો અને જે મને પસંદ હતું, તે બધું કર્યું. આ વખતે બાળક તરીકે નહીં પણ પુખ્ત બનીને કામ કર્યું હતું.’

X
nach baliye 9 fame Faisal Khan went bald; says he is not a survivor but a warrior

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી