• Home
  • Bollywood
  • TV
  • Naamkarann fame actress Nalini Negi files FIR against roommate for physical assault

ફરિયાદ / ‘નામકરણ’ સિરિયલ ફેમ એક્ટ્રેસ નલિની નેગીએ રૂમમેટ વિરુદ્ધ મારપીટની પોલીસ ફરિયાદ દાખલ કરાવી

Naamkarann fame actress Nalini Negi files FIR against roommate for physical assault
Naamkarann fame actress Nalini Negi files FIR against roommate for physical assault

Divyabhaskar.com

Aug 29, 2019, 03:38 PM IST

ટેલિવિઝન ડેસ્ક: ટીવી એક્ટ્રેસ નલિની નેગી જે છેલ્લે ‘વિષ’ સિરિયલમાં જોવા મળી હતી તેણે તેની રૂમમેટ અને તેની માતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. તેણે રૂમમેટ પ્રીતિ રાણા અને તેની માતા વિરુદ્ધ મારપીટનો આરોપ લગાવ્યો છે. તેણે મુંબઈના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફાઈલ કરાવી છે. આ ઘટના થોડા સમય પહેલાં જ ઘટી હતી.

સમગ્ર વાત એમ છે કે, નલિની થોડા વર્ષ પહેલાં પ્રીતિ સાથે એક ફ્લેટમાં રહેતી હતી. ત્યારબાદ નલિની બીજે એકલી રહેવા જતી રહી. થોડા સમય પહેલાં જ પ્રીતિએ નલિનીને વિનંતી કરી કે તે તેને તેના ફ્લેટમાં થોડાં અઠવાડિયાં રહેવા દે કારણકે તેને નવી રહેવા માટેની જગ્યા મળતી ન હતી. નલિનીએ તેને તેના ફ્લેટમાં રહેવા માટે હા પાડી કારણકે થોડા સમય પૂરતી જ વાત હતી. થોડા દિવસ બાદ પ્રીતિની માતા પણ નલિનીના ઘરે રહેવા લાગી.

નલિનીએ આખી ઘટના જણાવતાં કહ્યું કે, ‘થોડા જ દિવસોમાં પ્રીતિના મમ્મી પણ આવ્યા અને અમારી સાથે રહેવા લાગ્યા. પણ ત્યારે મને લાગ્યું કે તેઓ પ્રીતિની ઘર બદલવામાં મદદ કરવા આવ્યા હશે. જોકે છેલ્લાં અઠવાડિયે હું જ્યારે મારા ફ્રેન્ડ સાથે જીમ જવા નીકળતી હતી ત્યારે તેઓ મારી સાથે આમ અચાનક જ દલીલ કરવા લાગ્યા અને અયોગ્ય ભાષાનો ઉપયોગ કરવા લાગ્યા. ત્યારબાદ તેમણે તેની દીકરી પ્રીતિને ફોન કર્યો અને ફરિયાદ કરવા લાગ્યા કે હું તેમની સાથે ગેરવર્તન કરું છું. પ્રીતિ આવી અને તે પણ મારાં પર રાડો પાડવા લાગી. હું પ્રીતિને આખી ઘટના સમજાવવા પ્રયત્ન કરી રહી હતી પંરતુ તેની માતાએ મારા પણ ગ્લાસથી હુમલો કરી દીધો. હું મારો હોશ ખોઈ બેઠી અને પછી બન્ને મારાં પર ચડી ગયા ને મને ખરાબ રીતે પીટવા લાગ્યા. તેઓએ મને ઓલમોસ્ટ મારી જ નાખી હતી.’

નલિનીને એ વાતનો પણ અહેસાસ થયો કે તે બન્ને મા-દીકરીનો પ્લાન તેનો ચહેરો ખરાબ કરવાનો હતો કારણકે તે એક્ટ્રેસ છે. હાલ તો નલિનીનાં પેરેન્ટ્સ આવી ગયાં છે અને તેની સંભાળ લઇ રહ્યાં છે.

X
Naamkarann fame actress Nalini Negi files FIR against roommate for physical assault
Naamkarann fame actress Nalini Negi files FIR against roommate for physical assault
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી