• Home
  • Bollywood
  • TV
  • naagin fame Arzoo Govitrikar’s Husband Siddharth Sabharwal Approaches High Court Against Order Restraining Him From Entering Their House

વિવાદ / ‘નાગિન’ ફૅમ એક્ટ્રેસનો પતિ સિદ્ધાર્થ ઘરમાં એન્ટ્રી બૅન વિરૂદ્ધ હાઈકોર્ટ પહોંચ્યો

naagin fame Arzoo Govitrikar’s Husband Siddharth Sabharwal Approaches High Court Against Order Restraining Him From Entering Their House
આરઝૂ ફિલ્મ ‘બાગબાન’માં અમિતાભ-હેમાની પુત્રવધૂના રોલમાં હતી
આરઝૂ ફિલ્મ ‘બાગબાન’માં અમિતાભ-હેમાની પુત્રવધૂના રોલમાં હતી
લગ્ન સમયે સિદ્ધાર્થ તથા આરઝૂ
લગ્ન સમયે સિદ્ધાર્થ તથા આરઝૂ
X
naagin fame Arzoo Govitrikar’s Husband Siddharth Sabharwal Approaches High Court Against Order Restraining Him From Entering Their House
આરઝૂ ફિલ્મ ‘બાગબાન’માં અમિતાભ-હેમાની પુત્રવધૂના રોલમાં હતીઆરઝૂ ફિલ્મ ‘બાગબાન’માં અમિતાભ-હેમાની પુત્રવધૂના રોલમાં હતી
લગ્ન સમયે સિદ્ધાર્થ તથા આરઝૂલગ્ન સમયે સિદ્ધાર્થ તથા આરઝૂ

Divyabhaskar.com

Jul 23, 2019, 03:37 PM IST

મુંબઈઃ બોલિવૂડ ફિલ્મ ‘બાગબાન’ તથી ટીવી શો ‘નાગિન’ની એક્ટ્રેસ આરઝૂ ગોવિત્રિકરના પતિ સિદ્ધાર્થ સભ્રવાલે વર્લી સ્થિત તેના ઘરમાં તેને આવવા દેવામાં આવે તે માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. માર્ચ, 2019માં વર્લી પોલીસ સ્ટેશનમાં આરઝૂએ પતિ સિદ્ધાર્થ પર દારૂના નશામાં મારપીટ કરવાનો આરોપ મૂક્યો હતો. પોલીસને તેણે પુરાવા તરીકે સીસીટીવી ફૂટેજ પણ આપ્યા હતાં. ત્યારબાદ મહાનગર મેજિસ્ટ્રેટે સિદ્ધાર્થને ઘરમાં આવવાની મનાઈ ફરમાવી હતી. ઉલ્લેખનીય છે કે આરઝૂ જાણીતી સુપરમોડલ તથા એક્ટ્રેસ અદિતી ગોવિત્રિકરની બહેન છે

શું છે સમ્રગ કેસ?

ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ માનીને 8 મે, 2019ના રોજ મેજિસ્ટ્રેટે સિદ્ધાર્થની વાત સાંભળ્યા વગર આદેશ આપ્યો હતો કે તે ઘરમાં પ્રવેશી શકશે નહીં. સિદ્ધાર્થના વકીલ કરણ કદમે કહ્યું હતું કે 29 મે, 2019થી તેનો ક્લાઈન્ટ સિદ્ધાર્થ તેની બહેન કે પછી મિત્રોના ઘરે જ રહે છે.

2. વર્ષોથી હેરાન કરે છે

2010માં આરઝૂ તથા સિદ્ધાર્થે લવ મેરેજ કર્યાં હતાં. બંનેને દીકરો આશમન છે. જે હાલમાં સિદ્ધાર્થની પાસે છે. ફરિયાદમાં આરઝૂએ કહ્યું હતું કે 15 ફેબ્રુઆરીના રોજ સિદ્ધાર્થ સાથે તેની દારૂ પીવાની કુટેવ પર ઝઘડો થયો હતો. ઝઘડા બાદ સિદ્ધાર્થે સવારે ચાર વાગે બાથરૂમમાં ઘસડીને લઈ ગયો હતો અને માર માર્યો હતો. સિદ્ધાર્થ છેલ્લાં ઘણાં વર્ષોથી તેને શારીરિક તથા માનસિક રીતે ત્રાસ આપે છે.

3. દીકરાનો અપહરણનો આરોપ

આરઝૂએ વધુમાં એ પણ આરોપ મૂક્યો હતો કે પતિ સિદ્ધાર્થે તેની પરવાનગી વગર પાંચ વર્ષીય દીકરાને જબરજસ્તી તેની પાસે રાખ્યો છે. તે બાળકને બદલે રૂપિયાની ડિમાન્ડ કરે છે. પોલીસે સિદ્ધાર્થ વિરૂદ્ધ કલમ 498 A (ક્રૂરતા), 323 (ઈજા પહોંચાડવી), 504 (અપમાન કરવું), 506 (ધમકી આપવી) તથા 509 (મહિલા સાથે ગેરવર્તન કરવું) જેવી કલમ હેઠળ કેસ કર્યો છે.

4. સિદ્ધાર્થે કહ્યું, રિહર્સલ કરતાં હતાં

સિદ્ધાર્થે પત્નીને તમાચો મારવાના ફૂટેજ અંગે પોલીસને કહ્યું હતું કે તેની પત્ની આરઝૂએ તેને કહ્યું હતું કે તેણે એક ક્રાઈમ શોની પ્રેક્ટિસ કરવી છે અને તેથી જ તે તેને થપ્પડ મારે. તો આરઝૂએ કહ્યું હતું કે તે અંગત જીવનની વાતો મીડિયા સાથે કરવા માગતી નથી.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી