• Home
  • Bollywood
  • TV
  • Naagin 4: Rakhi Vijan aka Sweety of Hum Paanch is teaming up with Ekta Kapoor after 13 years

કાસ્ટિંગ / ‘હમ પાંચ’ ફેમ રાખી વિજન એકતા કપૂર સાથે 13 વર્ષ બાદ ‘નાગિન 4’માં કામ કરશે

Naagin 4: Rakhi Vijan aka Sweety of Hum Paanch is teaming up with Ekta Kapoor after 13 years

Divyabhaskar.com

Nov 02, 2019, 05:59 PM IST

ટેલિવિઝન ડેસ્ક: પ્રોડ્યૂસર એકતા કપૂરની સિરિયલ ‘નાગિન 4’નું જ્યારથી અનાઉન્સમેન્ટ થયું છે ત્યારથી લીડ રોલને લઈને ઘણી ચર્ચાઓ થઇ રહી છે. લીડ રોલમાંની એક એક્ટ્રેસ નિયા શર્મા છે. બીજી લીડ કાસ્ટ માટે એવી ચર્ચા હતી કે ‘ઇશ્ક મેં મરજાવાં’ ફેમ આલિશા લીડ રોલમાં હશે. રિપોર્ટ તો એવા પણ છે કે અંકિતા લોખંડે લીડ એક્ટ્રેસમાંની એક છે.

હવે લેટેસ્ટ રિપોર્ટ મુજબ ગીતાંજલિ ટીકેકર અને રાખી વિજનને લીડ રોલ માટે અપ્રોચ કરવામાં આવી છે. રાખી વિજન ‘હમ પાંચ’ સિરિયલમાં સ્વીટી નામના કેરેક્ટરની ફેમસ થઇ હતી. 13 વર્ષ બાદ ફરી એકતા કપૂર અને રાખી વિજન સાથે કામ કરશે. ગીતાંજલિ એકતા કપૂરની ઘણી સિરિયલનો હિસ્સો રહી ચૂકી છે જેમ કે ‘કસૌટી ઝીંદગી કે’, ‘કરમ અપના અપના’. આ બંનેને ‘નાગિન’ સિરીઝમાં લીડ રોલ માટે અપ્રોચ કરાયા છે.

અગાઉની 3 સીઝન સફળ રહી ત્યારબાદ એકતા કપૂર આ સિરીઝની ચોથી સીઝન ‘નાગિન 4’ સાથે આવી રહી છે. અગાઉની સીઝનમાં મૌની રોય, અર્જુન બિજલાની, સુરભી જ્યોતિ, કરિશ્મા તન્ના વગેરે જેવા એક્ટર્સ હતાં.

X
Naagin 4: Rakhi Vijan aka Sweety of Hum Paanch is teaming up with Ekta Kapoor after 13 years
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી