વિવાદ / 'મુંબઈની ભાષા હિંદી' તારક મહેતા સિરિયલના સંવાદથી મનસે ભડકી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સિરિયલના બાપુજી.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સિરિયલના બાપુજી.

Divyabhaskar.com

Mar 04, 2020, 02:28 AM IST
મુંબઈ: સબ ટીવી પર ચાલતી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ફરી એક વાર વિવાદમાં સપડાઈ છે. હાલમાં જ પ્રસારિત થયેલા એક એપિસોડમાં આ સિરિયલના પાત્ર જેઠાલાલના પિતા બાપુજીના મોઢેથી મુંબઈની ભાષા હિંદી હોવાનો સંવાદ બતાવવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) દ્વારા તેની સામે વાંધો લેવામાં આવ્યો છે અને સબ ટીવીએ આ અંગે માફી માગવી જોઈએ એવી માગણી કરી છે.
જ્યારે બીજી બાજુ સિરિયલના નિર્માતા અસીત મોદીએ મુંબઈ મહારાષ્ટ્રમાં છે અને મહારાષ્ટ્રની રાજભાષા મરાઠી જ છે એવી સ્પષ્ટતા કરી છે. મનસે ચિત્રપટ સેનાના પ્રમુખ અમેય ખોપકરે પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી મંગળવારે પક્ષની ભૂમિકા રજૂ કરતાં આ જ તે મરાઠીના “મારક’ મહેતા હોવાનું જણાવ્યું હતું. મુંબઈની ભાષા મરાઠી છે તેની જાણ હોવા છતાં સિરિયલમાં પદ્ધતિસર રીતે અપપ્રચાર કરવામાં આવે છે.
X
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સિરિયલના બાપુજી.તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સિરિયલના બાપુજી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી