ડાન્સ પ્લસ 5 / સંઘર્ષની સ્ટોરી સાંભળી મિથુન ચક્રવર્તી બોલ્યા, જ્યારે મારી પાસે ઘર ન હતું ત્યારે પાણીની ટાંકી પર સુઈ જતો હતો 

Mithun Chakraborty Shred his struggling days story on dance plus five

Divyabhaskar.com

Nov 20, 2019, 11:09 AM IST

ટેલિવિઝન ડેસ્ક: ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તીએ હાલમાં જ ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ પ્લસ 5’માં એક સ્પેશિયલ અપિઅરન્સ આપ્યું હતું. શૂટિંગ દરમ્યાન ડાન્સર્સે અલગ-અલગ ડાન્સ સ્ટાઇલ રજૂ કરી હતી જેનાથી મિથુન ઈમ્પ્રેસ થઇ ગયા હતા. તેમણે જ્યારે બે કન્ટેસ્ટન્ટની સંઘર્ષની અલગ-અલગ સ્ટોરી સાંભળી તો તેમને પણ પહેલીવાર મુંબઈ આવ્યા પછીના સંઘર્ષના દિવસો યાદ આવી ગયા.

પોતાના જીવનના કઠિન દિવસો વિશે અજાણી વાતો શેર કરતાં મિથુન દા સેટ પર ભાવુક થઇ ગયા.તેમણે જણાવ્યું કે, ‘મેં ક્યારેય સપના જોવાના છોડ્યા નહીં અને હંમેશાં હકીકતનો સામનો કર્યો. જ્યારે હું મુંબઈ આવ્યો હતો મારી પાસે રહેવા માટે કોઈ જગ્યા ન હતી અને એ એવા દિવસો હતા જ્યારે હું મકાનની છતો પર બનેલ પાણીની ટાંકીઓ પર છુપાઈને સુઈ જતો હતો જેથી સિક્યુરિટી ગાર્ડ મને જોઈ ન શકે અને ત્યાંથી બહાર ન કાઢી મૂકે.’

બધા ભાવુક થઇ ગયા
‘જ્યારે મેં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ શોધવાની શરૂઆત કરી ત્યારે મારા કલરને કારણે મને ઘણીવાર રિજેક્ટ કરવામાં આવ્યો છે. ત્યારે મેં વિચારી લીધું હતું કે હું મારા ડાન્સના દમ પર બધાને દેખાડીશ કે જેથી તેઓ મારા રંગને બદલે મારા ડાન્સ પર ધ્યાન આપે.’ મિથુન દાની આ સ્ટોરી સાંભળ્યા બાદ સેટ પર હાજર દરેકની આંખ ભીની થઇ ગઈ હતી.

X
Mithun Chakraborty Shred his struggling days story on dance plus five
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી