તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રજનીકાંત સાથેના શૂટિંગ બાદ બેયર ગ્રિલ્સનો ખુલાસો, તેઓ ઈજાગ્રસ્ત થયા ન હતા, તે ઘણા બહાદુર છે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘ઈન ટુ ધ વાઈલ્ડ વિથ બેયર ગ્રિલ્સ’ નામના શોથી રજનીકાંતનું ટીવી ડેબ્યુ
  • રિપોર્ટ મુજબ 30 જાન્યુઆરીએ અક્ષય કુમાર કર્ણાટકના બાંદીપુર જંગલમાં શૂટિંગ કરી શકે છે
  • ગયા વર્ષે પીએમ મોદીનો બેયર ગ્રિલ્સ સાથેનો એપિસોડ રિલીઝ થયો હતો

ટેલિવિઝન ડેસ્ક: સાઉથ સુપરસ્ટાર રજનીકાંત બેયર ગ્રિલ્સના નવા શોમાં દેખાવાના છે. શૂટિંગ દરમ્યાનના તેમના ફોટો સામે આવ્યા છે. ‘ઈન ટુ ધ વાઈલ્ડ વિથ બેયર ગ્રિલ્સ’ નામના શોથી રજનીકાંત ટીવી ડેબ્યુ કરી રહ્યા છે જે ડિસ્કવરી પર રિલીઝ થશે. બેયરે ઇન્સ્ટા સ્ટોરી શેર કરી હતી.

રજનીકાંત બહાદુર છે: બેયર 
બેયરે ઇન્સ્ટાગ્રામ પર રજનીકાંત સાથે ફોટો શેર કરીને લખ્યું હતું કે, ‘પીએમ મોદી સાથેના એપિસોડ બાદ સુપરસ્ટાર રજનીકાંત અમારા શોથી ટીવી પર ડેબ્યુ કરી રહ્યા છે.’ તેણે એવું પણ લખ્યું હતું કે, ‘તેઓ ઘાયલ થયા નથી, તેઓ બહાદુર છે અને હાર ન માની.’ ડિસ્કવરી ચેનલ પર ટેલિકાસ્ટ થનાર શોનું શૂટિંગ મંગળવારે કર્ણાટકના બાંદીપુર ટાઇગર રિઝર્વમાં કરવામાં આવ્યું હતું.

જાન્યુઆરીમાં અક્ષય પણ શૂટિંગ કરી શકે છે 
એક રિપોર્ટ અનુસાર 28 અને 30 જાન્યુઆરી સુધી દરેક દિવસ સ્પેશિયલ ગેસ્ટ સાથે 6 કલાક શૂટિંગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. મંગળવારે રજનીકાંતનું શૂટિંગ થયા બાદ 30 જાન્યુઆરીએ અક્ષય કુમારની આવવાની આશા છે જે આ શો માટે શૂટ કરશે. તે નોન ટુરિઝમ ઝોનમાં શૂટિંગ કરશે જે ખાસ વન સુરક્ષાની અન્ડરમાં આવે છે.

ગયા વર્ષે પીએમ મોદીનો સ્પેશિયલ એપિસોડ રિલીઝ થયો હતો 
બેયર ગ્રિલ્સનો નરેન્દ્ર મોદી સાથેનો ‘મેન vs વાઈલ્ડ’નો એપિસોડ ઉત્તરાખંડના જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં શૂટ થયો હતો. આ એપિસોડ ગયા વર્ષે 12 ઓગસ્ટના રોજ ટેલિકાસ્ટ થયો હતો જેને ટીવીના ઇતિહાસમાં રેકોર્ડ 3.6 બિલિયન ઇમ્પ્રેસન જનરેટ કરી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો