• Home
  • Bollywood
  • TV
  • Makers of 'Santoshi Maa Sunayen Vrat Kahanyan' Brought original crystal to make the mother's crown portrayed by Gracy Singh

તૈયારી / ‘સંતોષી મા સુનાયે વ્રત કથાએં’ સિરિયલના મેકર્સે દેવીનો મુકુટ બનાવવા માટે અસલી ક્રિસ્ટલ મગાવ્યા

Makers of 'Santoshi Maa Sunayen Vrat Kahanyan' Brought original crystal to make the mother's crown portrayed by Gracy Singh
Makers of 'Santoshi Maa Sunayen Vrat Kahanyan' Brought original crystal to make the mother's crown portrayed by Gracy Singh

Divyabhaskar.com

Jan 10, 2020, 10:19 AM IST

ટેલિવિઝન ડેસ્ક: ‘સંતોષી મા સુનાયે વ્રત કથાએં’ દર્શકોને ઉપવાસ અને વ્રત રાખવાની રીત મારફતે પૂજા અર્ચનાના સાચા કારણો અને માન્યતાઓ વિશે જાણકારી આપવા માટે તૈયાર છે. આ શો ગ્રેસી સિંહના કમબેકને કારણે પણ ખાસ છે જે સંતોષી માતાના રોલમાં છે. તેના આ અવતારનું મુખ્ય આકર્ષણ તેનો મુકુટ છે જે તે શોમાં પહેરીને દેખાશે.

આ શોના મેકર્સની ખાસ ઈચ્છા હતી કે એક એવો મુકુટ હોય, જેના પર બારીક ડિઝાઇનિંગ હોય. આ લુકને વધુ શાનદાર બનાવવા માટે અમુક વસ્તુ એડ કરવામાં આવી છે. આ ભવ્ય મુકુટને ખાસ કારીગરોએ તૈયાર કર્યો છે. તેની સજાવટ અને તેમાં લગાવવામાં આવેલ લાલ રંગના ક્રિસ્ટલ ખાસ કરીને રાજસ્થાનથી મગાવવામાં આવ્યા છે. આ મુકુટનું વજન 3.5 કિલો છે અને શૂટિંગ દરમ્યાન તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

‘દિવ્ય ભાસ્કર’ એપ સાથેની ખાસ વાતચીત દરમ્યાન ગ્રેસીએ કહ્યું કે, ‘સંતોષી માતાના અવતારમાં ફરીવાર આવવાનો અનુભવ એકવાર ફરી અદભુત છે. આ રોલ માટે ખાસ તૈયાર કરવામાં આવેલ મુકુટ માત્ર સુંદર જ નથી પરંતુ તેને ઘણી સુંદર રીતે અને બારીકાઇથી બનાવવામાં આવ્યો છે. મેકર્સે ઘણી મહેનત કરી છે અને તેને સાચવવામાં ઘણી સાવધાની રાખવામાં આવે છે, માત્ર ધાર્મિક કારણોથી નહીં પણ આ એકદમ નાજુક અને ખાસ છે. સેટ પર હંમેશાં બે લોકો હાજર હોય છે જે ખાસ આ મુકુટને પહેરવામાં મારી મદદ કરે છે.’

X
Makers of 'Santoshi Maa Sunayen Vrat Kahanyan' Brought original crystal to make the mother's crown portrayed by Gracy Singh
Makers of 'Santoshi Maa Sunayen Vrat Kahanyan' Brought original crystal to make the mother's crown portrayed by Gracy Singh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી