બિગ બોસ તમિળ / મધુમિતાએ કમલ હાસન વિરુદ્ધ ફરિયાદ રજિસ્ટર કરાવી, આત્મદાહની ધમકી આપવા બદલ બેઘર થઇ હતી

Madhumita filed complaint against bigg boss tamil host kamal haasan at Chennai
Madhumita filed complaint against bigg boss tamil host kamal haasan at Chennai

Divyabhaskar.com

Sep 07, 2019, 07:11 PM IST

ટેલિવિઝન ડેસ્ક: ‘બિગ બોસ તમિળ 3’ની કન્ટેસ્ટન્ટ મધુમિતાએ કમલ હાસન વિરુદ્ધ મેન્ટલ હેરેસમેન્ટની ફરિયાદ કરી છે. તેણે ચેન્નઈના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજિસ્ટર કરાવી જે મુજબ તેણે આરોપ લગાવ્યો હતો કે તેને શોમાં સતત ઘરના લોકો દ્વારા ધમકાવવામાં આવતી હતી.

મધુમિતાએ ફરિયાદ શોના હોસ્ટ કમલ હાસન વિરુદ્ધ કરી છે. તેનું કહેવું છે કે તેને સતત બિગ બોસના ઘરમાં રહેતા લોકો બુલી કરતા હતા.તેણે એવું પણ કહ્યું કે તેણે આ વાત કમલ હાસનને કહી હતી પણ તેમણે આ વાત પર કોઈ ધ્યાન આપ્યું નહીં.

‘બિગ બોસ તમિળ’ના ઘરથી મધુમિતા 17 ઓગસ્ટના રોજ જ બેઘર થઇ ગઈ હતી. તે દિવસે શોનો 55મો દિવસ હતો. તેની આ સીઝન 3માં એન્ટ્રી 23 જૂનના રોજ થઇ હતી. એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટના જણાવ્યા મુજબ, મધુમિતાએ આત્મદાહની ધમકી આપી હતી જેને કારણે તેને ઘરમાંથી બહાર કાઢવામાં આવી હતી.

એક્ટ્રેસે પોતાનો બચાવ કરતાં જણાવ્યું કે, તેણે મેન્ટલ હેરેસમેન્ટનો સામનો કર્યા બાદ અને કમલનું કોઈ સમર્થન ન મળ્યા બાદ ગંભીર પગલું લેવાનો નિર્ણય લીધો. બેઘર થયા બાદ તેણે ઘરના સભ્યો અને કમલ હાસન પર આરોપ લગાવી ફરિયાદ દાખલ કરાવી. તેણે એવો પણ આરોપ લગાવ્યો છે કે તેણે જે ફૂટેજ માગી હતી તે ચેનલે તેને આપી ન હતી.

X
Madhumita filed complaint against bigg boss tamil host kamal haasan at Chennai
Madhumita filed complaint against bigg boss tamil host kamal haasan at Chennai

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી