• Home
  • Bollywood
  • TV
  • Kundali Bhagya fame Anjum Fakih said My parents told me I’d have to leave home if I wanted to enter showbiz

ઈન્ટરવ્યૂ / ‘કુંડળી ભાગ્ય’ ફૅમ અંજુમ ફકીહે કહ્યું, પેરેન્ટ્સે ગ્લેમર વર્લ્ડમાં જવાની વાત પર ઘર છોડવાનું કહી દીધું હતું

Kundali Bhagya fame Anjum Fakih said My parents told me I’d have to leave home if I wanted to enter showbiz
X
Kundali Bhagya fame Anjum Fakih said My parents told me I’d have to leave home if I wanted to enter showbiz

Divyabhaskar.com

Oct 07, 2019, 05:43 PM IST
મુંબઈઃ ટીવી સિરિયલ ‘કુંડળી ભાગ્ય’ ફૅમ અંજુમ ફકીહ આજે ઘેર-ઘેર જાણીતી છે. જોકે, અંજુમ ટીનેજર થઈ ત્યાં સુધી તેના ઘરમાં ટીવી નહોતું. તે મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાંથી આવે છે. હાલમાં જ અંજુમે એક ઈન્ટરવ્યૂમાં પોતાના સંઘર્ષ અંગે વાત કરી હતી. અંજુમે કહ્યું હતું કે તેનો પરિવાર ઘણો જ સ્ટ્રિક્ટ, રૂઢિવાદી હતો. આટલું જ નહીં ઘરમાં ટીવીની જોવાની પણ મનાઈ હતી. જ્યારે તે નવમા ધોરણમાં આવી ત્યારે તેના પિતાએ ઘરમાં ટીવી વસાવ્યું હતું. જોકે, ઘરમાં ટીવી આવતા તેના દાદા તેમના ઘરે બે વર્ષ સુધી આવ્યા નહોતાં.

શું કહ્યું અંજુમે?

1. બુરખો ફગાવીને ઘર છોડ્યું

અંજુમે કહ્યું હતું કે તેના પિતા ઈચ્છતા હતાં કે તેમના સંતાનો સારું શિક્ષણ મેળવે. વર્ષ 2009મા જ્યારે તેણે માતા-પિતાને મોડલિંગમાં કરિયર બનાવવાની વાત કરી તો તેઓ ઘણાં જ ગુસ્સે થઈ ગયા હતાં અને ઘરમાં આ વાતથી ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. તેમણે તેને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું હતું કે જો તેણે આ ફિલ્ડમાં જવું હોય તો તે ઘર છોડવાની શરતે જઈ શકે છે. માતા-પિતાની આ વાત સાંભળ્યા બાદ તેણે બુરખો કાઢી નાખ્યો અને પોતાની બેગ ભરીને ઘર છોડી દીધું હતું. 

2. મુંબઈમાં શરૂઆતના વર્ષો સંઘર્ષમય

વધુમાં અંજુમે કહ્યું હતું કે શરૂઆતમાં મુંબઈમાં ઘણો જ સંઘર્ષ કરવો પડ્યો હતો. તેણે સ્ટોરમાં સેલ્સ એક્ઝિક્યૂટિવ તરીકે કામ કર્યું હતું અને પર્ફ્યુમ્સ વેચ્યા હતાં. તે દિવસોમાં તે બ્રાંદ્રાથી અંધેરી ચાલતી ઓડિશન આપવા જતી હતી. તેની પાસે ખાસ રૂપિયા નહોતાં પરંતુ તેણે ક્યારેય પેરેન્ટ્સ આગળ હાથ લાંબો કર્યો નહોતો. તે કાર્ટર રોડ પર આવેલા એક સ્ટોલ પર મફતમાં રોજ વેજ પુલાવ ખાતી હતી.

3. પહેલાં જ અસાઈન્મેન્ટમાં બિકીની પહેરી

થોડા મહિનાના સંઘર્ષ બાદ અંજુમને પહેલું મોડલિંગ અસાઈન્મેન્ટ મળ્યું હતું. આ અંગે વાત કરતાં અંજુમે કહ્યું હતું કે તેને ગોવામાં પહેલું અસાઈન્મેન્ટ મળ્યું હતું અને તેમાં તેણે બિકીની પહેરવાની હતી. જ્યારે તેણે પરિવારને આ અંગે વાત કરી તો તેમણે તેની સાથેના તમામ સંપર્કો તોડી નાખ્યા હતાં અને એક વર્ષ સુધી તેની સાથે કોઈ વાત કરી નહોતી. 

4. આજે પરિસ્થિતિ બદલાઈ

હાલની પરિસ્થિતિ અંગે વાત કરતાં અંજુમે કહ્યું હતું કે તેણે ‘તેરે શહેર મૈં’, ‘દેવાંશી’  તથા ‘એક થા રાજા એક થી રાની’  જેવી સિરિયલ્સમાં કામ કર્યું છે. હાલમાં તે ‘કુંડળી ભાગ્ય’માં સૃષ્ટિ અરોરાનો રોલ પ્લે કરી રહી છે. ધીમે ધીમે તેના પેરેન્ટ્સ તેની કરિયરને સમજ્યા હતાં. તેઓ હવે સ્ક્રીન પર તેને જોઈને ખુશ છે. જોકે, તે સ્ક્રીન પર હાલમાં સલવાર કમીઝ પહેરતી હોવાને કારણે પણ તેના પેરેન્ટ્સ ખુશ હોઈ શકે છે. હાલમાં તેની માતા મુંબઈમાં જ રહે છે. 

5. પોતાની પસંદની વ્યક્તિ સાથે લગ્ન કરવા આતુર

અંજુમે કહ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષથી તે સિંગલ છે અને હવે તે પ્રેમ કરવા માગે છે અને લગ્ન કરવા પણ તૈયાર છે. જોકે, તે બીજાની પસંદથી નહીં પરંતુ પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવા ઈચ્છે છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી