• Home
  • Bollywood
  • TV
  • Krushna Abhishek said, People Say They’ve Forgotten Sunil Grover Since My Entry in the kapil sharma show

ઈન્ટરવ્યૂ / કૃષ્ણા અભિષેકે કહ્યું, ‘ધ કપિલ શર્મા’ શોમાં સપનાની એન્ટ્રી બાદ ચાહકો સુનિલ ગ્રોવરને ભૂલી ગયા છે

Krushna Abhishek said, People Say They’ve Forgotten Sunil Grover Since My Entry in the kapil sharma show

Divyabhaskar.com

Aug 30, 2019, 04:21 PM IST

મુંબઈઃ કૃષ્ણા અભિષેક ‘ધ કપિલ શર્મા શો’માં સપનાનું પાત્ર ભજવીને ચાહકોમાં લોકપ્રિય થયો છે. શોમાં જ્યારે કૃષ્ણાની એન્ટ્રી થાય ત્યારે ત્યાં હાજર રહેલાં દર્શકો એકદમ હસી પડે છે. જોકે, પહેલાં એમ કહેવાતું કે સુનિલ ગ્રોવર જ્યારે ગુથ્થી બનીને એન્ટ્રી કરતો ત્યારે ચાહકો હસી હસીને બેવડ વળી જતાં હતાં.

શું કહ્યું કૃષ્ણાએ?
કૃષ્ણાએ માને છે કે સપનાને જોઈને ચાહકો સુનિલ ગ્રોવરને ભૂલી ગયા છે. આ અંગે હાલમાં જ કૃષ્ણાએ અંગ્રેજી પોર્ટલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તમને જાણીને વિશ્વાસ નહીં થાય પરંતુ કોઈએ પણ સપના અને ગુથ્થીની તુલના કરી નહોતી. વાસ્તવમાં ચાહકોએ તેને એમ કહ્યું હતું કે જ્યારથી તે શોમાં આવ્યો છે, ત્યારથી તેઓ સુનિલને ભૂલી ગયા છે. તેને અનેકવાર ચાહકોએ આ વાત કહી હતી. સુનિલ ઘણો જ સારો એક્ટર છે. સુનિલની પોતાની આગવી સ્ટાઈલ છે. તે પણ સપનાનું પાત્ર પોતાની રીતે ભજવે છે. અક્ષય કુમાર અને ગોવિંદા જે રીતે અલગ-અલગ સ્ટાઈલમાં કોમેડી કરે છે પરંતુ બંને પોત-પોતાની રીતે ગ્રેટ છે. તે માને છે કે સુનિલની સ્ટાઈલ તદ્દન અલગ છે અને તેનું કેરેક્ટર ગુથ્થી સપનાને મળતું આવતું નથી. શરૂઆતમાં ચાહકો ગુથ્થીની વાત કરતાં હતાં પરંતુ હવે કોઈ તેની વાત કરતું નથી.

હાલમાં મ્યૂઝિક વીડિયોમાં જોવા મળ્યો
કૃષ્ણા હાલમાં જ મ્યૂઝિક વીડિયો ‘તુ આયા ના’માં આર્મી ઓફિસર તરીકે જોવા મળ્યો હતો. આ વીડિયોમાં પુલવામા એટેકની વાત કરવામાં આવી છે. સુનિલ ગ્રોવર છેલ્લે સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માં જોવા મળ્યો હતો.

X
Krushna Abhishek said, People Say They’ve Forgotten Sunil Grover Since My Entry in the kapil sharma show
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી