બિગ બોસ 13 / સિદ્ધાર્થ- અસિમના ઝઘડા પર સલમાન ચૂપ, કોએનાએ કહ્યું- અર્પિતા, અલવીરાને કોઈ બોલી દે તો શું તમે છોડી દેત?

Koena Mitra Calls Out Salman Khan For Taking Sidharth Shukla's Side, Says She Regrets Taking Part In Bigg Boss 13

Divyabhaskar.com

Dec 31, 2019, 01:03 PM IST

ટેલિવિઝન ડેસ્ક: ‘બિગ બોસ 13’ના ઘરમાં સિદ્ધાર્થ શુક્લા અને અસિમ રિયાઝના ઝઘડા પર સલમાન ચૂપ છે તેના પર કોએના મિત્રાએ સવાલ ઉઠાવ્યા છે. કોએનાએ કહ્યું કે જો તમારા પરિવારની વાત હોત તો શું તમે શાંત રહી શકત? દેખીતી વાત છે કે સિદ્ધાર્થ અને અસિમના ઝઘડા વધી રહ્યા છે.

કોએનાએ બંને કન્ટેસ્ટન્ટની વાતચીતને ટ્વિટર પર શેર કરીને કહ્યું કે સિદ્ધાર્થ અસિમના પરિવારને ગાળો આપી રહ્યો છે તેમ છતાં તમે ચૂપ છો. તેણે કહ્યું કે જો આ વાત અર્પિતા, અલવીરા અથવા અંકલ પર જાય તો શું તમે છોડી દેત? જોકે સિદ્ધાર્થે અસિમના પરિવાર પર જે કમેન્ટ્સ કરી હતી તે બાબતે યુઝર્સ સોશિયલ મીડિયા પર ઘણો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

શું છે આખો મામલો
શો દરમ્યાન અસિમ, સિદ્ધાર્થને પૂછી રહ્યો હતો કે મારા પરિવારને ગાળો કેમ આપી રહ્યો છે તો સિદ્ધાર્થે જવાબ આપ્યો હતો કે તું એને જ લાયક છે. આટલું જ નહીં સલમાન આ બાબતે વીકેન્ડ કા વાર દરમ્યાન પણ કઈ ન બોલ્યો. હોસ્ટ દ્વારા આ વાતને નજરઅંદાજ કરવામાં આવી છે તે વાતને લઈને લોકો પણ નારાજ છે.

X
Koena Mitra Calls Out Salman Khan For Taking Sidharth Shukla's Side, Says She Regrets Taking Part In Bigg Boss 13

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી