સેલેબ લાઈફ / કિકુ શારદાને એક કપ ચા-કૉફી માટે 78650નું બિલ મળ્યું, માત્ર 400 રૂ. ચૂકવ્યાં

Kiku Sharda received a bill of 78650 for a cup of tea and coffee, and paid only Rs 400.

Divyabhaskar.com

Sep 05, 2019, 05:06 PM IST

મુંબઈઃ કોમેડિયન કિકુ શારદાએ સોશિયલ મીડિયા પર પોતાના બાલી પ્રવાસની વાત કરી છે. કિકુ શારદાએ એક રેસ્ટોરન્ટના બિલની તસવીર શૅર કરી છે, જેમાં એક કપ ચા તથા એક કપ કૉફીની સાથે સર્વિસ ટેક્સ સહિત 78650નું બિલ બન્યું હતું. જોકે, જ્યારે ભારતીય નાણામાં આ રકમ કન્વર્ટ કરવામાં આવી તો તે માત્ર 400 રૂપિયા હતી.

ફરિયાદ નહીં કરું
કિકુએ પોતાની ટ્વીટમાં એ વાત સ્પષ્ટ કરી હતી કે આ કંઈ બહુ મોટી રકમ નથી. કારણ કે તે ઈન્ડોનેશિયામાં છે. જ્યારે આ બિલ ઈન્ડિયન કરન્સીમાં કન્વર્ટ થયું તો માત્ર 400 રૂપિયા જ આપવાના હતાં.

રાહુલ બોઝે ભારતમાં કેસ કર્યો હતો
જુલાઈ, 2019માં રાહુલ બોઝ ચંદીગઢમાં શૂટિંગ કરતો હતો ત્યારે તેણે હોટલમાંથી બે કેળા મગાવ્યાં હતાં અને તેનું બિલ 442.50 રૂપિયા આવ્યું હતું. રાહુલે તેનો વીડિયો ટ્વિટર પર શૅર કર્યો હતો. ત્યારબાદ હોટલને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

X
Kiku Sharda received a bill of 78650 for a cup of tea and coffee, and paid only Rs 400.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી