વિવાદ / કિકુ શારદા પર 50.70 લાખની છેતરપીંડીનો આરોપ, પોલીસમાં એફઆઈઆર થઈ

Kiku Sharda accused of 50.70 lakh fraud, FIR in police

Divyabhaskar.com

Aug 06, 2019, 05:33 PM IST

મુંબઈઃ બોલિવૂડના આર્ટ ડિરેકટર નીતિન કુલકર્ણીએ ‘ધ કપિલ શર્મા’ ફૅમ કિકુ શારદા પર આરોપ લગાવ્યો છે કે કિકુએ તેમની સાથે 50.70 લાખની છેતરપીંડી કરી છે. મુંબઈની અંબોલી પોલીસના જણાવ્યા પ્રમાણે, કુલકર્ણીને ગયા વર્ષે ત્રણ દિવસની ઈવેન્ટ માટે સ્ટેજ ડિઝાઈન કરવાનું કામ આપવામાં આવ્યું હતું. કુલકર્ણીના મતે, કંપનીએ તેને ચેક પણ આપ્યો હતો પરંતુ તે બાઉન્સ થઈ ગયા હતાં. તેથી જ તેણે ચેરિટેબલ ઓર્ગેનાઈઝેશન વિરુદ્ધ કેસ કર્યો છે. જોકે, કિકુએ આ આરોપોને ખોટા ગણાવ્યા છે.

કિકુએ તમામ આરોપો પાયાવિહોણા ગણાવ્યા
કિકુએ divyabhaskar.com સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સાચી વાત એ છે કે ગયા વર્ષે એક ફેસ્ટિવલ ઓર્ગેનાઈઝ કરવામાં આવ્યો હતો. જેમાં તેના પિતા ટ્રસ્ટી તરીકે હતાં. પાંચ ટ્રસ્ટી છે, તે તેનો હિસ્સો નથી. તે તેના પિતાનો પુત્ર છે, જેમણે આ ઈવેન્ટ આયોજીત કરી હતી. આ જ કારણથી તે આ ઈવેન્ટમાં સામેલ થયો હતો. તેના પિતા તેના નામનો ઉપયોગ કરવા માગતા હતાં, જેથી આયોજનમાં મદદ મળે.

આ મામલે કોઈ લેવા-દેવા નહીં
કિકુએ વધુમાં કહ્યું હતું કે તેના પિતા MOH ઈવેન્ટ કંપનીના માલિક છે. તેણે પિતાજી પાસેથી જે સાંભળ્યું તે પ્રમાણે, તે વ્યક્તિએ વચન પ્રમાણે કામ કર્યું નહોતું. વધુમાં તે પૈસા પણ માગી રહ્યો છે. આથી જ તેને પૈસા આપવાની ના પાડવામાં આવી હતી. જ્યારે ટ્રસ્ટની અંદર જ્યારે પણ કોઈ ચેક બાઉન્સ થાય છે તો તે બિનજામીનપાત્ર હોય છે. કંપની છેલ્લાં ત્રણ-ચાર મહિનાથી કોર્ટમાં કેસ લડી રહી છે. જેમાં તે સામેલ નથી. પ્રચાર માટે તેના નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે ટ્રસ્ટમાંથી પૈસા લેતો નથી અને આપતો પણ નથી. તેને આ ટ્રસ્ટ સાથે કોઈ લેવા-દેવા નથી. ક્યારેક સેલિબ્રિટી હોવાને કારણે સહન કરવું પડે છે.

પહેલાં પણ વિવાદમાં આવી ચૂક્યો છે
આ પહેલાં પણ કિકુ શારદા વિવાદમાં આવી ચૂક્યો છે. ત્રણ વર્ષ પહેલાં ડેરા સચ્ચા સૌદાના ગુરમીત રામ રહિમ સિંહને લઈ કિકુ શારદાએ શો ‘કોમેડી નાઈટ્સ વિથ કિપલ’માં મિમિક્રી કરી હતી. જેને કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, પછીથી કિકુએ માફી માગી લીધી હતી.

X
Kiku Sharda accused of 50.70 lakh fraud, FIR in police
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી