કેબીસી 11 / અંતિમ કર્મવીર એપિસોડમાં 77 વર્ષીય અમિતાભ બચ્ચન 69 વર્ષના સુધા મૂર્તિને પગે લાગ્યા

KBC 11 77-year-old Amitabh Bachchan touches 69-year-old Sudha Murthy's feet

Divyabhaskar.com

Nov 28, 2019, 06:50 PM IST

મુંબઈઃ ‘કૌન બનેગા કરોડપતિ 11’ના અંતિમ કર્મવીર એપિસોડમાં સમાજસુધારક પદ્મીશ્રી સુધા મૂર્તિ (69 વર્ષ) વિશેષ મહેમાન બનીને આવશે. શોના હોસ્ટ અમિતાભ બચ્ચન (77 વર્ષ), સુધા મૂર્તિને પગે લાગ્યા હતાં. હાલમાં આ શોનો પ્રોમો સામે આવ્યો હતો અને આ એપિસોડ શુક્રવારે (29 નવેમ્બર) ટેલિકાસ્ટ કરવામાં આવશે.

60 હજાર લાઈબ્રેરીની સ્થાપના કરી છે
બિગ બીએ પ્રોમોમાં સુધા મૂર્તિનો પરિચય આપતા કહ્યું હતું કે સમાજમાં મૂળ સુવિધાઓથી વંચિત લોકોના ઉત્થાન, તેમની આત્મનિર્ભરતા તથા તેમના કલ્યાણ માટે સમર્પિત અને સામાન્ય જીવન જીવનાર અસાધારણ સમાજસેવિકા, જે શિક્ષિકા તથા લેખિકા પણ છે. તેમણે ઈન્ફોસિસ ફાઉન્ડેશન દ્વારા 60 હજાર લાઈબ્રેરીની સ્થાપના કરી છે.

હુબલીના પહેલાં મહિલા એન્જીનિયર
શૂટિંગ દરમિયાન સુધા મૂર્તિએ બિગ બીને કહ્યું હતું કે તેઓ હુબલીમાંથી (કર્ણાટક) એન્જિનિયર બનનાર પ્રથમ મહિલા હતાં અને તેઓ 599 છોકરાઓની સાથે ભણનાર એક માત્ર મહિલા હતાં. તેમણે પોતાની કરિયર માટે ઘણો જ સંઘર્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે 1968મા તેમણે એન્જિનિયરિંગ કરવાનું નક્કી કર્યું હતું. તેમના પિતા પ્રોફેસર તથા માતા લગ્ન પહેલાં સ્કૂલમાં ટિચર હતાં. તેમને વિજ્ઞાનમાં રસ હતો. તેથી જ એન્જિનિયરિંગ કરવાનું વિચાર્યું હતું પરંતુ તેમના દાદી આની વિરુદ્ધમાં હતાં. તેઓ કહેતા કે જો તે એન્જિનિયરનું ભણશે તો જ્ઞાતિમાં કોઈ સારો છોકરો મળશે નહીં.

સુધાએ આગળ કહ્યું હતું કે તેમના પિતાને લાગતું હતું કે તે ડોક્ટર તરીકે સારું કામ કરી શકે છે, કારણ કે તેમની કમ્યુનિકેશન સ્કિલ સારી હતી. જોકે, માતાને લાગતું કે તેમણે મેથ્સ સબ્જેક્ટમાં આગળ વધવું જોઈએ. પરિવારના તમામ લોકોએ તેમના અભ્યાસને લઈ વિચાર પ્રગટ કર્યાં હતાં. કેટલાંક લોકોના મતે, છોકરીઓ માટે એન્જિનિયરિંગ સમજ બહારનો વિષય છે. જોકે, તેમણે એન્જિનિયર બનવાનું નક્કી કરી રાખ્યું હતું.

સુધાએ વધુમાં કહ્યું હતું કે દરેક લોકો તે એન્જિનિયર કરે તેની વિરુદ્ધમાં હતાં. જોકે, તેમણે પોતાની જાતને કહ્યું હતું કે તેઓ એડજસ્ટ કરી લેશે. રોજ 2 કિમી ચાલીને સવારે સાત વાગે કોલેજ જતાં, 11 વાગે કોલેજ પૂરી કરીને પછી 2 કિમી ચાલીને પરત આવતા. આ સમય દરમિયાન તેમને ખ્યાલ આવ્યો કે હાઈજેનિક ટોયલેટની કેટલી જરૂર છે? આ વાત માત્ર એક મહિલા જ સમજી શકે છે કે ટોયલટ વગર કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી જ જ્યારે તેઓ ઈન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરમેન બન્યા તો દેશભરમાં અલગ-અલગ જગ્યાએ 16 હજાર ટોયલેટ બનાવ્યાં.

પુસ્તકો પ્રત્યેનો અપાર પ્રેમ
પ્રોમોમાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે સુધાને હંમેશાંથી પુસ્તકો પ્રત્યે અઢળક પ્રેમ રહ્યો છે. તેમણે ભારતીય આઈટી બિઝનેસમેન એન આર નારાયણ મૂર્તિ સાથે લગ્ન કર્યાં છે. લગ્નજીવનને 42 વર્ષ થઈ ચૂક્યા છે. નારાયણ મૂર્તિ હંમેશાં તેમને પુસ્તક જ ગિફ્ટમાં આપે છે. લગ્નજીવનની સફળતાના રહસ્ય અંગે સુધા મૂર્તિએ કહ્યું હતું કે તે અને તેમના પતિ એકબીજાને સારી રીતે સમજે છે.

X
KBC 11 77-year-old Amitabh Bachchan touches 69-year-old Sudha Murthy's feet

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી