ધમકી / માર માર્યાં બાદ કૂતરાંનું મોત થતાં કરણ પટેલ ગુસ્સામાં, વોચમેનને કહ્યું, દિવસો ગણવાની શરૂઆત કર

Karan Patel angry after  Lucky street dog passed away

Divyabhaskar.com

Aug 08, 2019, 04:10 PM IST

મુંબઈઃ ‘યે હૈં મહોબ્બતેં’ ફૅમ રમન ભલ્લા એટલે કે કરણ પટેલે એક વોચમેનને અલ્ટીમેટ આપ્યું છે. આ વોચમેને કૂતરાને માર માર્યો હતો અને ત્યારબાદ તેનું મોત થઈ ગયું હતું. હાલમાં કરણ પટેલ બલ્ગેરિયામાં ‘ખતરો કે ખિલાડી 10’ના શૂટિંગમાં વ્યસ્ત છે. અહીંથી કરણે ઈન્સ્ટાગ્રામમાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે વોચમેનને ધમકી આપી હતી. આ સાથે જ તેણે લખ્યું હતું, ‘ભાટિયા અને વર્લી બિલ્ડિંગનો વોચમેન તું તારા દિવસ ગણવાનું શરૂ કરી દે. તે કૂતરાંને માર મારીને મારી નાખ્યો છે. હવે તારું બચવું સરળ નથી. અમે પ્રાણીને પ્રેમ કરનારા એ વાત સુનિશ્ચિત કરીશું કે તમારા જેવા બકવાસ લોકોને સખ્તમાં સખ્ત સજા મળે.’

કરણે કૂતરાં કરતાં પણ બદતર હાલત કરવાની ધમકી આપી
વીડિયોમાં કરણ પટેલ ધમકીભર્યાં સૂરમાં કહે છે, ‘જેવી રીતે તમને ખ્યાલ છે..લકી બદનસીબ કૂતરો..પહેલાં તેને બેરહેમીથી માર મારવામાં આવ્યો. કારણ કે તે વરસાદથી બચવા માટે બિલ્ડિંગમાં આવ્યો હતો. તે મરી ગયો. મિસ્ટર ભાટિયા આ મારું કરણ પટેલનું અલ્ટીમેટ છે કે હાલમાં તો હું દેશમાં નથી પરંતુ જે દિવસે પરત આવ્યો, તે દિવસે તમારી હાલત તે કૂતરાં કરતાં પણ ખરાબ ના કરું તો હું બે બાપનો.’

શું છે મામલો?
થોડાં સમય પહેલાં લકી નામનો સ્ટ્રીટ ડોગ વરસાદથી બચવા માટે વર્લી (મુંબઈ)ની એક બિલ્ડિંગમાં આવ્યો હતો. ત્યારબાદ બિલ્ડિંગના વોચમેને તેને ખરાબ રીતે માર માર્યો હતો. હોસ્પિટલમાં દાખલ રહ્યાં બાદ લકીનું નિધન થયું હતું. અનુષ્કા શર્માએ ઈન્સ્ટા સ્ટોરીમાં આ વાતની માહિતી આપી હતી. જે દિવસે લકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે અનુષ્કમા શર્મા, સોનમ કપૂર સહિતના સેલેબ્સે ગુસ્સો પ્રગટ કરીને તે વોચમેન સામે કડક પગલાંની માગણી કરી હતી.

X
Karan Patel angry after  Lucky street dog passed away
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી