સેલેબ લાઈફ / લાંબા સમય બાદ કપિલ શર્મા-સુનિલ ગ્રોવર સ્ટેજ પર સાથે જોવા મળ્યા

Kapil Sharma-Sunil Grover  share stage after long time

Divyabhaskar.com

Mar 13, 2020, 03:45 PM IST

મુંબઈઃ કોમેડીયન તથા એક્ટર કપિલ શર્માએ હાલમાં જ એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં કપિલ શર્મા પોતાના પૂર્વ કો-સ્ટાર સુનિલ ગ્રોવર સાથે જોવા મળ્યો હતો. બંને લગ્નમાં સાથે જોવા મળ્યાં હતાં. લાંબા સમય બાદ કપિલ તથા સુનિલ સ્ટેજ પર સાથે જોવા મળ્યાં હતાં.

વેડિંગ ફંક્શનમાં સાથે જોવા મળ્યાં
કનિકા કુમરિયાના લગ્નમાં કપિલ શર્મા, સુનિલ ગ્રોવર તથા સિંગર મિકા સિંહ સ્ટેજ પર જોવા મળ્યાં હતાં. કપિલ શર્માએ આ વીડિયો શૅર કરીને કહ્યું હતું, પાજી સાથે ખાસ અને સુંદર સાંજ રહી. તમામનો આભાર. ભગવાન આ સુંદર કપલને આશીર્વાદ આપે અને કુમરિયા પરિવારને શુભેચ્છા. વીડિયોમાં કપિલ, સુનિલ તથા મિકા સ્ટેજ પર કપલ્સ સાથે જોવા મળે છે. કપિલ ગોલ્ડન સાડી પહેરેલી એક મહિલા સાથે બોલિવૂડ ગીત ‘ઓહ મેરી ઝોહરા ઝબીન..’ પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો તો સુનિલ પણ ગીત ગાતો જોવા મળ્યો હતો.

સુનીલે કપિલ શર્માનો શો છોડ્યો હતો
ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં પહેલાં ઓસ્ટ્રેલિયાથી ભારત પરત ફરતી વખતે ફ્લાઈટમાં દારૂના નશામાં કપિલ શર્માએ સુનિલ ગ્રોવર સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ કપિલે માફી પણ માગી હતી પરંતુ સુનિલે કપિલ સાથે કામ ના કરવાનો નિર્ણય લીધો હતો. નવજોત સિદ્ધુ તથા કપિલની માતાએ બંને વચ્ચે સમાધાન કરાવવાના પૂરતા પ્રયાસો કર્યાં હતાં. કપિલે પોતાના લગ્નમાં સુનિલને આમંત્રણ પણ આપ્યું હતું પરંતુ સુનિલ લગ્નમાં હાજર રહ્યો નહોતો. થોડાં સમય પહેલાં જ્યારે સુનિલને પૂછવામાં આવ્યું કે તે કપિલ શર્માનો શો જુએ છે? તો તેણે જવાબ આપ્યો હતો કે તે જે શોમાં કામ ના કરતો હોય તે શો ક્યારેય જોતો નથી. અન્ય કોમેડી શોમાં કામ કરવાને લઈ સુનિલ ગ્રોવરે કહ્યું હતું કે તેને કોમેડી ઘણી જ પસંદ છે પરંતુ હાલમાં કોમેડીમાં કંઈ નવું કરવામાં આવતું નથી. જૂના લોકોને જ બતાવવામાં આવે છે. કંઈક નવું અને અલગ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. સુનિલ ગ્રોવર એક્ટર સલમાન ખાન સાથે ફિલ્મ ‘ભારત’માં જોવા મળ્યો હતો. તો કપિલ શર્મા પોતાના શો ‘ધ કપિલ શર્મા શો’માં વ્યસ્ત છે.

X
Kapil Sharma-Sunil Grover  share stage after long time

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી