ઈન્સ્ટાગ્રામ / કપિલ શર્માએ દીકરીની પહેલી તસવીર શૅર કરી, લખ્યુંઃ ‘મારા દિલના ટુકડા અનાયરાને મળો’

Kapil Sharma shares the first image of his daughter, writing: 'Meet my heart piece Anaira'

Divyabhaskar.com

Jan 15, 2020, 05:10 PM IST

ટેલિવિઝન ડેસ્કઃ કોમેડિયન કપિલ શર્મા અને પત્ની ગિન્ની ચતરથની દીકરીની પહેલી તસવીર સામે આવી છે. ખુદ પાપા કપિલ શર્માએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની દીકરીની તસવીરો શૅર કરીને દીકરીનું નામ પણ દુનિયાને કહ્યું છે. કપિલ-ગિન્નીએ પોતાની દીકરીનું નામ અનાયરા શર્મા રાખ્યું છે. દરઅસલ, થોડા દિવસ પહેલાંથી જ કપિલ શર્માની હાથમાં નવજાત બાળક પકડીને ફરતો હોય અને કપિલને તેની માતા બર્થડે કેક ખવડાવતી હોય તેવી તસવીરો વાઈરલ થઈ રહી હતી. તે પછી સોશિયલ મીડિયામાં એવી વાતો થઈ રહી હતી કે તે કપિલની દીકરી છે. હવે ખુદ કપિલ શર્માએ જ પોતાની દીકરીના ચહેરા સાથેની તસવીરો શૅર કરીને આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. કપિલે લખ્યું છે, ‘મારા દિલના ટુકડા અનાયરાને મળો.’

10 ડિસેમ્બરે જન્મી હતી દીકરી
કપિલ શર્મા પોતાનાં લગ્નની પહેલી વર્ષગાંઠના બે દિવસ પહેલાં જ પિતા બની ગયો હતો. એની પત્ની ગિન્નીએ 10 ડિસેમ્બરે દીકરીને જન્મ આપ્યો હતો. આ ન્યૂઝ કપિલે ટ્વિટર પર બ્રેક કર્યા હતા. પરોઢિયે ત્રણ વાગ્યે ટ્વીટ કરીને એણે લખેલું કે, ‘દીકરી મેળવીને હું ધન્ય થયો છું. તમારા સૌના આશીર્વાદની અપેક્ષા છે. સૌને પ્રેમ. જય માતા દી.’

કપિલ શર્મા અને ગિન્ની ચતરથનાં લગ્ન 12 ડિસેમ્બર 2018ના રોજ થયા હતા.

X
Kapil Sharma shares the first image of his daughter, writing: 'Meet my heart piece Anaira'

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી