તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈઃ કોમેડિયન કપિલ શર્માએ સાવધાની એ જ સલામતીને લઈ વાત કરી હતી. કપિલ શર્માએ સોશિયલ મીડિયામાં બે તસવીરો શૅર કરી હતી. કપિલ શર્મા ફ્લાઈટમાં બેઠો છે અને તેણે માસ્ક લગાવ્યો છે.
તસવીરો શૅર કરીને આ વાત કહી
કપિલ શર્માએ માસ્ક પહેરેલી બે તસવીરો શૅર કરીને કહ્યું હતું, સાવધાનીમાં જ સુરક્ષા છે. હાથ ના મિલાવશો. તસવીરમાં કપિલ નમસ્કારની મુદ્રામાં છે અને તેણે સનગ્લાસ પહેર્યાં છે અને ચહેરા પર માસ્ક જોવા મળે છે.
દેશમાં કોરોનાવાઈરસના 73 જેટલા કેસ સામે આવ્યા છે. વિશ્વભરમાં કોરોનાવાઈરસને કારણે 4600 લોકોના મોત નિપજ્યાં છે. ચીન બાદ ઈટલીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી હાલમાં પતિ વિવેક દાહિયા સાથે ભોપાલમાં વેકેશન મનાવી રહી છે. મુંબઈથી ભોપાલ સફર કરતાં સમયે દિવ્યાંકા તથા વિવેકે કેટલીક તસવીરો તથા વીડિયો શૅર કર્યાં હતાં, જેમાં બંનેએ માસ્ક લગાવેલા હતાં. દિવ્યાંકાએ માસ્ક સાથેની તસવીર શૅર કરીને કહ્યું હતું, કોરોનાના સમયે પ્રેમ. તો વિવેકે વીડિયો શૅર કરીને કહ્યું હતું, કોરોના કેવી રીતે જમવાનું ને પાણી પીવાનું. આ વીડિયોમાં બંનેએ માસ્ક પહેરીને કંઈક ખાવાનો ટ્રાય કરતાં હતાં.
‘બિગ બોસ 13’ ફૅમ એક્ટર અસિમ રિયાઝ જમ્મુ-કાશ્મીરની એક ઈવેન્ટમાં સામેલ થવાનો હતો પરંતુ તેણે લાઈવ વીડિયોમાં ચાહકોને કહ્યું કે તે કાશ્મીર જશે નહીં. કોરોનાવાઈરસના ડરને કારણે તે કાશ્મીર ગયો નથી, તેમ તેણે કહ્યું હતું. એક્ટર ગુરમીત ચૌધરીએ કોરોનાવાઈરસથી બચવા માટે હાથ ના મિલાવવાની સલાહ આપી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શૅર કરીને કહ્યું હતું, કોરોનાવાઈરસથી સુરક્ષિત રહો, પ્લીઝ હેન્ડશેક ના કરો માત્ર નમસ્તે કરો.
‘બેહદ 2’ ફૅમ શિવિન નારંગ હાલમાં જ એક મ્યૂઝિક વીડિયો શૂટ કરવા માટે કિર્ગિસ્તાન ગયો હતો. તેણે માસ્ક પહેરેલી કેટલીક તસવીરો શૅર કરી હતી. તસવીરોની સાથે શિવિને કહ્યું, ‘આ એક શોર્ટ વર્કટ્રિપ હતી. હું એક મ્યૂઝિક વીડિયો માટે ત્યાં ગયો હતો. આખી દુનિયા કોરોનાવાઈરસ સામે ઝઝૂમી રહી છે અને દરેક લોકો આ સમસ્યાથી બચવા માટે પૂરી સાવધાની રાખી રહ્યાં છે.’ એક્ટર તથા કોમેડિયન અલી અસગરે એક વ્યક્તિનો વીડિયો શૅર કર્યો છે, જે ગટરના પાણીથી શાકભાજી સાફ કરે છે. આ વીડિયો શૅર કરીને અલીએ કહ્યું, શું આપણને કોઈ વાઈરસ હેરાન કરી શકે? બોલો
કપિલ પહેલાં સેલેબ્સે સાવધાની રાખવાની વાત કરી હતી
કપિલ પહેલાં બોલિવૂડના ઘણાં સેલેબ્સે કોરોનાવાઈરસથી બચવાની વાત કરી હતી. સલમાન ખાન, અક્ષય કુમારે નમસ્તે કરીને અભિવાદન કરવાની વાત કરી હતી. સની લિયોનીએ પણ કોરોનાવાઈરસથી સાવધ રહેવાની વાત કરી હતી. અર્જુન રામપાલે માસ્ક પહેરવાની વાત કહીને શૅકહેન્ડ્સ કરવાની ના પાડી હતી. ભીડ હોય ત્યાં ના જવાની વાત કરી હતી. અનુપમ ખેરે કહ્યું હતું, મારા મિત્રો, દુનિયાભરમાં કોરોનાવાઈરસના વાતાવરણની વચ્ચે મને લાગે છે કે એકબીજાનું અભિવાદન કરવાની સૌથી સારી રીત હસ્તધૂનન નહીં પરંતુ જૂની ભારતીય પરંપરા નમસ્તે છે. બસ, પોતાના બંને હાથ સાથે મિલાવો, જેથી તમને ચેપ ના લાગે. તમને કોઈ પણ પ્રકારનો ચેપ લાગવાનો ડર ના રહે. આ માત્ર એક આઈડિયા છે. નમસ્તે, હસ્તધૂનન અથવા એકબીજાને ગળે લગાવવાની તુલનાએ તમારી એનર્જીને કેન્દ્રિત રાખે છે. અનેકવાર આ જરૂરી છે કે આપણે સતર્ક રહીએ. આથી જ નમસ્તે.
કપિલ શર્મા તથા ગિન્ની ચતરથ ગયા વર્ષે દીકરીના પેરેન્ટ્સ બન્યા હતાં. કપિલે દીકરીનું નામ અનાયરા પાડ્યું છે. હાલમાં કપિલ શર્મા પોતાના શો ‘ધ કપિલ શર્મા શો’માં વ્યસ્ત છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.