• Home
  • Bollywood
  • TV
  • Kapil Sharma goes to Punjab after getting a chance to stay away from pregnant wife

કાળજી / કપિલ શર્મા પ્રેગ્નન્ટ પત્નીની દેખરેખમાં કોઈ કમી ના રહે માટે તક મળતા જ પંજાબ જાય છે

Divyabhaskar.com

Jun 09, 2019, 11:05 AM IST
Kapil Sharma goes to Punjab after getting a chance to stay away from pregnant wife

કિરણ જૈન, મુંબઈઃ કોમેડિયન કપિલ શર્મા પિતા બનવાનો છે. તેની પત્ની ગિન્ની ચતરથ હાલમાં પ્રેગ્નન્સીના પહેલાં ટ્રિમસ્ટરમાં છે. આ વર્ષના અંતે ગિન્ની બાળકને જન્મ આપશે. સૂત્રોના મતે, કપિલ પોતાની પ્રેગ્નન્ટ પત્નીનું ધ્યાન રાખવામાં કોઈ જાતની બાંધછોડ કરતો નથી.

કપિલે શિડ્યૂઅલ ચેન્જ કર્યું
કોમેડિયનના નિકટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જ્યારથી ગિન્નીની પ્રેગ્નન્ટ હોવાની જાણ થઈ ત્યારથી કપિલે પોતાના શિડ્યૂઅલમાં ઘણો જ ફેરફાર કર્યો છે. શરૂઆતના દિવસોમાં કપિલ જલ્દીથી કામ પૂરું કરીને ઘરે જતો રહેતો હતો. હવે, ગિન્ની અમૃતસર, પંજાબમાં છે. એટલે કપિલને જ્યારે પણ સમય મળે ત્યારે તે ત્યાં જાય છે. કપિલના બિઝી શિડ્યૂઅલને કારણે મુંબઈમાં ગિન્નીની કાળજી લેનાર કોઈ નથી. આથી જ તે થોડાં દિવસો માટે પંજાબ ગઈ છે.

કપિલે હજી સુધી આ વાતની પુષ્ટિ કરી નથી
કપિલ શર્માએ પત્ની પ્રેગ્નન્ટ હોવાની વાતનો સ્વીકાર કર્યો નથી. જોકે, કૃષ્ણા અભિષેકને જ્યારે પૂછવામાં આવ્યું કે આવતે વર્ષે તે કપિલના બાળકની જન્મદિવસની પાર્ટીમાં સામેલ થશે? જેમાં કૃષ્ણાએ કહ્યું હતું કે તે જરૂરથી જશે. તે અને તેની પત્ની કાશ્મીરા ઘણાં જ એક્સાઈટેડ છે અને ખુશ પણ છે. તે અને કાશ્મીરા પ્રાર્થના કરે છે અને આશા કરે છે કે તેનું બાળક પણ તેની જેમ જ સુપર ટેલેન્ટેડ હોય. ઉલ્લેખનીય છે કે કપિલ-ગિન્નીએ 12-13 ડિસેમ્બર, 2018માં પંજાબમાં લગ્ન કર્યાં હતાં.

X
Kapil Sharma goes to Punjab after getting a chance to stay away from pregnant wife
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી