• Home
  • Bollywood
  • TV
  • Kapil Sharma dubs for the Hindi version of angry bird 2, the character of Red

અપકમિંગ / કપિલ શર્મા ફિલ્મ ‘એન્ગ્રી બર્ડ 2’ના હિંદી વર્ઝનમાં ‘રેડ’ના કેરેક્ટરને પોતાનો અવાજ આપશે

Kapil Sharma dubs for the Hindi version of angry bird 2, the character of Red
Kapil Sharma dubs for the Hindi version of angry bird 2, the character of Red

Divyabhaskar.com

Jul 25, 2019, 02:01 PM IST

મુંબઈઃ કોમેડી કિંગ કપિલ શર્મા હોલિવૂડ પ્રોજેક્ટનો હિસ્સો બનવા જઈ રહ્યો છે. કપિલ શર્મા હોલિવૂડ ફિલ્મની સુપરહિટ એનિમેટેડ ફિલ્મ ‘એન્ગ્રી બર્ડ 2’ના હિંદી વર્ઝનમાં લીડ રોલ ‘રેડ’ને પોતાનો અવાજ આપશે.

‘એન્ગ્રી બર્ડ 2’નું ટ્રેલર રિલીઝ
‘એન્ગ્રી બર્ડ 2’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જોકે, હિંદી વર્ઝનનું ટ્રેલર હજી સુધી રિલીઝ કરવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ વર્ષ 2016માં આવેલી ‘એન્ગ્રી બર્ડ’ની સીક્વલ છે. આ ફિલ્મને થ્યોરપ વૈન ઓરમને ડિરેક્ટ કરી હતી. ‘એન્ગ્રી બર્ડ 2’ 23 ઓગસ્ટના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ હિંદી ઉપરાંત તમિલ, તેલુગુમાં પણ રિલીઝ કરવામાં આવશે.

બેબીમૂન માટે કેનેડા ગયો
હાલમાં જ કપિલ શર્મા પત્ની ગિન્ની ચતરથ સાથે બેબીમૂન માટે કેનેડા ગયો છે. બંને 24 જુલાઈના રોજ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. આ સમય દરમિયાન કપિલ શર્મા ક્લીન શેવ લુકમાં હતો. ગિન્ની બ્લેક આઉટફિટમાં બેબી બમ્પ સાથે જોવા મળી હતી. કેનેડામાં બંને 10 દિવસ રોકાવાના છે. સૂત્રોના મતે, ગિન્નીને હાલમાં ત્રીજો મહિનો જાય છે. કપિલ પોતાના શૂટિંગમાં બિઝી હોવાથી પત્નીને પૂરતો સમય આપી શકતો નહોતો અને તેને કારણે 10 દિવસનો બ્રેક લઈ કેનેડા જવાનો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કપિલે ગયા વર્ષે 12 ડિસેમ્બરે ગિન્ની સાથે જલંધરમાં લગ્ન કર્યાં હતાં.

X
Kapil Sharma dubs for the Hindi version of angry bird 2, the character of Red
Kapil Sharma dubs for the Hindi version of angry bird 2, the character of Red
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી