પ્રમોશન / કંગનાએ સલમાનના શો ‘બિગ બોસ’માં ‘પંગા’ ફિલ્મનું પ્રમોશન કર્યું, બૂમો પાડીને ડાયલોગ બોલવાની ચેલેન્જ આપી

Kangana Ranaut took Panga With Salman on bigg boss 13
Kangana Ranaut took Panga With Salman on bigg boss 13

Divyabhaskar.com

Jan 06, 2020, 12:12 PM IST

ટેલિવિઝન ડેસ્ક: રિયાલિટી શો ‘બિગ બોસ 13’ના સેટ પર કંગના રનૌત તેની અપકમિંગ ફિલ્મ ‘પંગા’ને પ્રમોટ કરવા પહોંચી હતી. ફિલ્મમાં કંગના એક કબડ્ડી પ્લેયરના રોલમાં છે. એપિસોડના પ્રોમો વીડિયોમાં સલમાન અને કંગના એકસાથે મસ્તી કરતાં દેખાયાં હતાં. તેમાં કંગનાએ સલમાનને બૂમો પાડીને તેની ફિલ્મોના ડાયલોગ બોલવાની ચેલેન્જ આપી હતી.

કંગનાએ હાઉસ મેટ્સને ચેલેન્જ આપી
કંગના સાથે શોમાં તેના કોસ્ટાર પણ આવ્યા હતા. ઘરની અંદર કંગનાએ શોના કન્ટેસ્ટન્ટ શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લા સાથે ડાયલોગ પર એક્ટિંગ કરી હતી.

ફિલ્મની સ્ટારકાસ્ટમાં જેસી ગિલ, રિચા ચઢ્ઢા અને નીના ગુપ્તા પણ સામેલ છે. ફિલ્મને અશ્વિની ઐયરે ડિરેક્ટર કરી છે. ‘પંગા’ ફિલ્મ 24 જાન્યુઆરી, 2020ના રોજ રિલીઝ થવાની છે.

X
Kangana Ranaut took Panga With Salman on bigg boss 13
Kangana Ranaut took Panga With Salman on bigg boss 13

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી