સેલિબ્રેશન / કામ્યા પંજાબીએ મુંબઈમાં વેડિંગ રિસેપ્શન આપ્યું, પતિ અને સાવકા દીકરા સાથે ડાન્સ કર્યો

પતિ તથા સાવકા દીકરા સાથે કામ્યા
પતિ તથા સાવકા દીકરા સાથે કામ્યા
ડાબે, રૂબિના, પૂજા
ડાબે, રૂબિના, પૂજા
ડાબે, કવિતા કૌશિક પતિ સાથે, સંભાવના સેઠ પતિ સાથે
ડાબે, કવિતા કૌશિક પતિ સાથે, સંભાવના સેઠ પતિ સાથે
ડાબે, કામ્યાની દીકરી આરા (મિડલમાં) સંબંધી સાથે, અમન વર્મા પત્ની સાથે
ડાબે, કામ્યાની દીકરી આરા (મિડલમાં) સંબંધી સાથે, અમન વર્મા પત્ની સાથે
ગુફી પેન્ટલ, વાહબિઝ દોરાબજી, માનિની મિશ્રા
ગુફી પેન્ટલ, વાહબિઝ દોરાબજી, માનિની મિશ્રા
કામ્યા પંજાબી પતિ શલભ તથા દીકરા ઈશાન સાથે
કામ્યા પંજાબી પતિ શલભ તથા દીકરા ઈશાન સાથે

Divyabhaskar.com

Feb 12, 2020, 01:05 PM IST

મુંબઈઃ ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીએ સોમવાર (10 ફેબ્રુઆરી)એ શલભ ડાંગ સાથે લગ્ન કર્યાં હતાં. બીજા દિવસે વેડિંગ રિસેપ્શન આપવામાં આવ્યું હતું. આ રિસેપ્શનની તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. રિસેપ્શનમાં કામ્યા ગ્રીન લહેંગા ચોલીમાં ઘણી જ સુંદર લાગતી હતી.

રિસેપ્શનમાં કામ્યાએ મહેમાનો તથા પતિ શલભ સાથે મનમૂકીને ડાન્સ કર્યો હતો. કામ્યાએ દીકરી આરા સાથે તથા સાવકા દીકરા ઈશાન (શલભનો દીકરો) સાથે પણ ડાન્સ કર્યો હતો.

કામ્યાને જ્યારે હનિમૂનને લઈ સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું હતું કે તેમણે હજી સુધી આ અંગે વિચાર્યું નથી. લગ્ન બાદની કેટલીક વિધિઓ હજી બાકી છે અને તેઓ માર્ચમાં જ આ અંગે વિચારશે.

કામ્યા તથા શલભના બીજા લગ્ન
કામ્યાએ પહેલાં લગ્ન બિઝનેસમેન બંટી નેગી સાથે કર્યાં હતાં. જોકે, વર્ષ 2013મા કામ્યાએ ડિવોર્સ લીધા હતાં. કામ્યાને 10 વર્ષીય દીકરી આરા છે. ડિવોર્સ બાદ કામ્યાનું નામ ટીવી એક્ટર કરન પટેલ સાથે જોડાયું હતું. ચર્ચા હતી કે બંને લગ્ન કરવાના છે. જોકે, કરનના પેરેન્ટ્સને કામ્યા ડિવોર્સી હતી, તેની સામે વાંધો હતો. તેથી જ કરને પેરેન્ટ્સની મરજીને માન આપીને કામ્યા સાથેના સંબંધોનો અંત લાવી દીધો હતો. ત્યારબાદ તેણે ટીવી એક્ટ્રેસ અંકિતા ભાર્ગવ સાથે લગ્ન કરી લીધા હતાં. કામ્યાનું નામ ‘બિગ બોસ 10’ના વિનર મનવીર ગુર્જર સાથે પણ જોડાયું હતું. ઉલ્લેખનીય છે કે શલભના પણ આ બીજા લગ્ન છે. પહેલાં લગ્નથી તેને 11 વર્ષનો દીકરો ઈશાન છે.

X
પતિ તથા સાવકા દીકરા સાથે કામ્યાપતિ તથા સાવકા દીકરા સાથે કામ્યા
ડાબે, રૂબિના, પૂજાડાબે, રૂબિના, પૂજા
ડાબે, કવિતા કૌશિક પતિ સાથે, સંભાવના સેઠ પતિ સાથેડાબે, કવિતા કૌશિક પતિ સાથે, સંભાવના સેઠ પતિ સાથે
ડાબે, કામ્યાની દીકરી આરા (મિડલમાં) સંબંધી સાથે, અમન વર્મા પત્ની સાથેડાબે, કામ્યાની દીકરી આરા (મિડલમાં) સંબંધી સાથે, અમન વર્મા પત્ની સાથે
ગુફી પેન્ટલ, વાહબિઝ દોરાબજી, માનિની મિશ્રાગુફી પેન્ટલ, વાહબિઝ દોરાબજી, માનિની મિશ્રા
કામ્યા પંજાબી પતિ શલભ તથા દીકરા ઈશાન સાથેકામ્યા પંજાબી પતિ શલભ તથા દીકરા ઈશાન સાથે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી