• Home
  • Bollywood
  • TV
  • Kamya Punjabi asked Paras Chhabra, if 40 year aged are old, what about salman khan

બિગ બોસ 13 / કામ્યા પંજાબીએ પારસ છાબડાને સવાલ કર્યો, કહ્યું- 40 વર્ષનો લોકો ઘરડા તો સલમાન શું છે?

Kamya Punjabi asked Paras Chhabra, if 40 year aged are old, what about salman khan

Divyabhaskar.com

Nov 06, 2019, 06:05 PM IST

ટેલિવિઝન ડેસ્ક: વિવાદિત શો ‘બિગ બોસ 13’ના હોસ્ટ સલમાન ખાનની ઉંમરને લઈને કામ્યા પંજાબીએ સ્ટેટમેન્ટ આપ્યું છે. કામ્યાએ કન્ટેસ્ટન્ટ પારસ છબડા પર નિશાન સાધીને કહ્યું કે, 40 વર્ષનો લોકો ઘરડા હોય છે તો સલમાનને શું કહેશો. શોમાં એક વિવાદ દરમ્યાન પારસે હાલમાં જ ઘરથી બેઘર થયેલ સિદ્ધાર્થ શુક્લાને 40 વર્ષનો બુઢ્ઢો કહ્યો હતો.

‘બિગ બોસ’માં રોજ નવા નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે. ઘરના મેમ્બર સિવાય જૂના ખેલાડીઓ પણ લડાઈમાં ભાગ લઇ રહ્યા છે. ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીએ સિદ્ધાર્થ શુક્લાનો બચાવ કરીને પારસ છબડા પર નિશાન સાધ્યું હતું. કામ્યાએ ટ્વીટ કર્યું કે, ‘પારસના હિસાબે જો 40 વર્ષના લોકો ઘરડા હોય છે તો ખબર નહીં તે તેનાં માતાપિતાને શું કહેશે? અને સૌથી જરૂરી તે આ શોના હોસ્ટ સલમાન ખાનને શું કહેશે?’

હાલમાં જ ‘બિગ બોસ 4’ની સદસ્ય રહી ચૂકેલ ડોલી બિન્દ્રાએ પણ સિદ્ધાર્થ શુક્લા બેઘર થયો તે બાબતે કમેન્ટ કરી હતી. ડોલીએ સિદ્ધાર્થનો સાથ આપીને માહિરા શર્માને બાનમાં લીધી હતી. તેણે ટ્વિટર પર ટાસ્કનો ફોટો શેર કરીને માહિરા પર ખોટે રીતે ગેમ રમવાનો આરોપ લગાવ્યો હતો.

X
Kamya Punjabi asked Paras Chhabra, if 40 year aged are old, what about salman khan
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી