નારાજગી / કોમેડિયન જ્હોન ઓલિવર હોટસ્ટાર પર નારાજ, પીએમ મોદીવાળો એપિસોડ હટાવ્યો હતો

John Oliver admonishes Hotstar for censoring India-centric episode

Divyabhaskar.com

Mar 10, 2020, 02:51 PM IST

લોસ એન્જલસઃ કોમેડિયન જ્હોન ઓલિવરનો 25 ફેબ્રુઆરીના રોજ તેનો શો ‘લાસ્ટ વીક ટુનાઈટ વિથ જ્હોન ઓલિવર’નો એપિસોડ હોટ સ્ટારે સ્ટ્રીમ કર્યો નહોતો. હવે, જ્હોને આને લઈ નારાજગી વ્યક્ત કરી હતી. આ એપિસોડમાં મોદી સરકારની ટીકા કરવામાં આવી હતી. જ્હોને હોટસ્ટાર સ્ટ્રીમિંગ સર્વિસના આ પગલાંને ‘સેલ્ફ સેન્સરશિપ’ ગણાવી હતી. વધુમાં જ્હોને કહ્યું હતું કે હોટસ્ટારે છેલ્લાં કેટલાંક મહિનાઓમાં ઓછામાં ઓછા અન્ય ત્રણ એપિસોડને એડિટ કર્યાં હતાં.

એમી અવોર્ડ વિનર શોના કેટલાંક એપિસોડ હોટસ્ટાર પર ભારતીય સબસ્ક્રાઈબર્સ માટે દર મંગળવારે સવારે છ વાગે ટેલિકાસ્ટ કરવામાં આવે છે. 25 ફેબ્રુઆરીએ સવારે છ વાગે હોટ સ્ટાર પર ‘મોદીઃ લાસ્ટ વીક ટુનાઈટ વિથ જ્હોન ઓલિવર’ સ્ટ્રીમ થવાનો હતો પરંતુ તે સમયે જૂનો એપિસોડ બતાવવામાં આવ્યો હતો. જોકે, આ એપિસોડ યુ ટ્યૂબ પર સરળતાથી મળી જાય છે. નોંધનીય છે કે જ્હોન ઓલિવરે આ એપિસોડમાં 2002નાં રમખાણોને પગલે નરેન્દ્ર મોદીને અમેરિકાના વિઝા નકારવાની ઘટનાથી લઈને ડોનાલ્ડ ટ્રમ્પને એ જ ગુજરાતની ધરતી પર આવકારવા સુધીની સફર આવરી લીધી હતી.

ઓલિવરે કહ્યું હતું કે ભારતમાં તેના દર્શકોએ તેને માહિતી આપી હતી કે આ એપિસોડ ત્યાં સ્ટ્રીમ થયો નહોતો. હોટસ્ટારે જાતે જ આ એપિસોડને સેન્સર કરવાનો નિર્ણય લીધો હતો અને આ તેણે સારું કર્યું નથી.

અરનબ ગોસ્વામીને ટકર કાર્લસન કહ્યો
વધુમાં ઓલિવરે કહ્યું હતું કે કેટલાંક અઠવાડિયા પહેલાં તેમણે ભારતના પીએમ મોદી પર એક સ્ટોરી કરી હતી. આ સ્ટોરીની એક ક્લિપ અરનબ ગોસ્વામી જેવા કટ્ટર મોદી સમર્થકોને પસંદ આવી નહોતી. આવા લોકોને ભારતના ‘ટકર કાર્લસન’ કહેવામાં આવે છે. ટકર કાર્લસન એક રૂઢિવાદી અમેરિકન ફોક્સ ન્યૂઝનો હોસ્ટ છે.

X
John Oliver admonishes Hotstar for censoring India-centric episode

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી