• Home
  • Bollywood
  • TV
  • Isharon Isharon Mein fame tv actress simran pareenja weight loss journey

વેઈટ લોસ / એક્ટ્રેસ સિમરને સિરિયલ ‘ઈશારો..’ની વેડિંગ સીક્વન્સ માટે દોઢ મહિનામાં 10 કિલો વજન ઉતાર્યું

Isharon Isharon Mein fame tv actress simran pareenja weight loss journey
X
Isharon Isharon Mein fame tv actress simran pareenja weight loss journey

Divyabhaskar.com

Aug 12, 2019, 12:04 PM IST

કિરણ જૈન, મુંબઈઃ ટીવી એક્ટ્રેસ સિમરન પરીન્જા આજકાલ ટીવી સિરિયલ ‘ઈશારો ઈશારો મેં’માં ગુંજનનો રોલ પ્લે કરી રહી છે. આ સિરિયલમાં તેના લગ્ન યોગી (મુદિત નાયર) સાથે થવાના છે. સિમરને કહ્યું હતું કે મેરેજ સીક્વન્સ માટે તેને વજન ઘટાડવાની સલાહ આપવામાં આવી હતી. આ ઉપરાંત તે પણ ઈચ્છતી હતી કે લગ્નના ટ્રેકમાં તે સ્લિમ દેખાય. divyabhaskar.com સાથેની વાતચીતમાં તેણે વેઈટલોસ તથા ડાયટ પ્લાન અંગે વાત કરી હતી.

ડાયટ તથા વર્કઆઉટ પ્લાન

1. વાસ્તવિક લગ્ન જેવો અનુભવ

સિમરને કહ્યું હતું, ‘હું ગુંજનના લગ્નને લઈ ઘણી જ ઉત્સાહી છું. વાસ્તવમાં મારે આ ટ્રેક માટે વજન ઓછું કરવાનું હતું. આ ઉપરાંત હું નિયમિત રીતે બ્રાઈડલ ગ્રૂમિંગ રુટિન (વર્કઆઉટ, બ્યૂટી ટ્રીટમેન્ટ, હેર, મેકઅપ તથા હેલ્ધી ડાયટ)ને ફોલો કરું છું. આ મારા માટે વાસ્તિવક જીવનના લગ્ન જેવું બની ગયું છે, જ્યાં ઘરની તમામ મહિલાઓ સાડી તથા જ્વેલરી ખરીદવામાં મદદ કરી રહી છે.’

2. સ્ક્રીન પર હેલ્થી દેખાઉં છું

સિમરને આગળ કહ્યું હતું, ‘શોમાં મારા લગ્ન થવાના છે, જેમાં સંગીત, પીઠી તથા મહેંદી જેવી અલગ-અલગ વિધિ યોજાશે. હું આ બધામાં સારી દેખાવવા માગતી હતી. રિયલ લાઈફમાં હું થોડી હેલ્થી છે. જેને કારણે હું સ્ક્રીનમાં જાડી દેખાઉં છું. આથી જ જ્યારે મને વેડિંગ સીક્વન્સની જાણ થઈ એટલે મેં તરત જ ડાયટ શરૂ કરી દીધું હતું. આમ તો આ પહેલાં મેં અનેકવાર ડાઈટિંગ કર્યું છે પરંતુ વધુ ફાયદો થયો નહોતો. જોકે, આ વખતે અલગ રીતે પ્રયાસ કરી રહી છું.’

3. દોઢ મહિનામાં 10 કિલો વજન ઘટાડ્યું

સિમરને દોઢ મહિનામાં 10 કિલો વજન ઘટાડ્યું છે. ડાઈટિંગ શરૂ કર્યાં પહેલાં તેનું વજન 63 કિલો હતું અને હવે 53 કિલો છે. આ અંગે સિમરને કહ્યું હતું, ‘મારું વજન 10 કિલો જેટલું ઘટ્યું છે અને હજી પણ વેઈટ લોસ પ્રોસેસ ચાલુ છે. હું સ્ટ્રિક્ટલી ડાયટ ફોલો કરું છું. હું ભાગ્યે જ ચીટ ડે રાખું છું. કાર્બ્સ ખાવાના સંપૂર્ણ રીતે બંધ કરી દીધા છે. મોટાભાગે હું પ્રોટીન તથા ફાઈબર યુક્ત ભોજન જ લઉં છું. ડેરી પ્રોડક્ટ્સ પણ લેતી નથી. તો જંકફૂડ તરફ જોતી પણ નથી.’

4. સિમરનનો વર્કઆઉટ તથા ડાયટ પ્લાન
  • સવારે ઉઠીને થોડો સમય યોગ કરું છું. જો સવારે શૂટિંગ હોય તો યોગ કરી શકતી નથી પરંતુ દિવસમાં એકવાર અચૂકથી યોગ કરું છું.
  • નોનવેજ ફૂડ બિલકુલ ખાતી નથી. જોકે, એગ્સ જરૂરથી લઉં છું. સવારના નાસ્તામાં એગ્સ તથા બુલેટ પ્રૂફ કૉફી લઉં છું. જેટલું અનોખું નામ છે, તેટલી જ અનોખી આ કૉફી છે. આ કૉફીમાં એક ચમચી ઘી કે બટર નાખું છે. આને ફેટ બર્નર ફેટ પણ કહેવામાં આવે છે. આ કૉફીથી વેઈટ લોસ કરવામાં ઘણી જ મદદ મળી છે.
  • બપોરના ભોજનમાં જુવારની એક રોટલી, થોડું શાક તથા પુષ્કળ માત્રામાં સલાડ લઉં છું. મને ભાત ઘણાં જ પસંદ છે. એટલે રોજ લંચમાં રાઈસ હોય છે.
  • સાંજના નાસ્તામાં ડ્રાયફ્રૂટ્સ તથા ગ્રીન ટી લઉં છું.
  • ડિનરમાં સૂપ, સલાડ તથા શાકભાજી હોય છે. જો આ ના ખાવું હોય તો છથી સાત બોઈલ્ડ એગ્સ લઉં છું.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી