ઈન્ડિયન આઈડલ 11 / નેહા કક્કરે સ્પર્ધક સની હિંદુસ્તાનીને 2 લાખ રૂપિયાની મદદ કરી

indian idol 11 Neha Kakkar gave Rs 2 lakh to contestant Sunny Hindustani

Divyabhaskar.com

Dec 31, 2019, 03:22 PM IST

મુંબઈઃ સિંગર નેહા કક્કરે હાલમાં જ ‘ઈન્ડિયન આઈડલ 11’માં સ્પર્ધકની વાત સાંભળ્યા બાદ તેને 2 લાખ રૂપિયાની મદદ કરવાનો નિર્ણય લીધો હતો. ‘ઈન્ડિયન આઈડલ 11’નો સ્પર્ધક સની હિંદુસ્તાની બીમાર હોવાથી તેણે શો છોડવાનો નિર્ણય લીધો હતો. નોંધનીય છે કે આ શોમાં નેહા કક્કર, હિમેશ રેશમિયા તથા વિશાલ દદલાની જજ પેનલમાં છે.

સનીની લાઈફ-સ્ટોરી સાંભળ્યા બાદ નેહાએ 2 લાખ આપવાનું નક્કી કર્યું
શોમાં સંગીતકાર રોશન અલી આવ્યાં હતાં. તેમણે સનીના અવાજના ઘણાં જ વખાણ કર્યાં હતાં. જોકે, સનીની તબિયત સારી રહેતી ના હોવાથી તેણે આ શો છોડવાનો નિર્ણય લીધો હતો. સનીની લાઈફ-સ્ટોરી સાંભળ્યા બાદ નેહા કક્કર ઘણી જ ભાવુક થઈ ગઈ હતી અને તેણે 2 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. હિમેશ રેશમિયાએ સનીના વખાણ કરતાં કહ્યું હતું કે તે તમામ રિયાલિટી શોના સ્પર્ધકો માટે બેસ્ટ એક્ઝામ્પલ છે. તેણે પ્રોફેશનલ ટ્રેનિંગ લીધા ના હોવા છતાંય તે એકદમ પ્રોફેશનલી ગીત ગાય છે.

શો દરમિયાન આ પ્રોજેક્ટ્સ મળ્યાં
‘ઈન્ડિયન આઈડલ’ દરમિયાન સનીને સમીર ટંડને ફિલ્મ ‘ધ બોડી’નું ગીત ‘રોમ રોમ’ ઓફર કર્યું હતું. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી લીડ રોલમાં છે. આ ઉપરાંત રાજકુમાર સંતોષીએ પણ પોતાની આગામી ફિલ્મનું એક ગીત સની હિંદુસ્તાની પાસે ગવડાવવાનું નક્કી કર્યું છે. સ્વ. કિશોર કુમારના દીકરા અમીત કુમારે પણ પોતાના મ્યૂઝિક વીડિયોમાં સનીને સાઈન કર્યો છે.

કોણ છે સની હિંદુસ્તાની?
સનીનો જન્મ પંજાબના ભટિંડાના અમરાપુર બસ્તીમાં 1998માં થયો હતો. નાનપણથી જ સનીને સિંગિંગનો શોખ હતો. તે સરકારી સ્કૂલમાં છ ધોરણ ભણ્યો છે. છઠ્ઠા ધોરણ બાદ સનીએ ઘરની આર્થિક સ્થિતિને કારણે સ્કૂલે જવાનું બંધ કરી દીધું હતું અને નજીકના ગામડાંમાં ઈવેન્ટ્સ તથા ફંક્શનમાં ગાવાની શરૂઆત કરી હતી. સંગીત પ્રત્યેનો તેનો પ્રેમ જોઈને સનીના પિતાએ તેને હાર્મોનિયમ તથા તબલા ગિફ્ટમાં આપ્યાં હતાં. વર્ષ 2014માં સનીના પિતાનું નિધન થયું હતું અને ઘરની જવાબદારી સની પર આવી ગઈ હતી. તેણે ઘરનું ગુજરાન ચલાવવા માટે બુટપોલિશ કરવાની શરૂઆત કરી હતી તો તેની માતા ફુગ્ગાઓ વેચતી હતી.

આ રિયાલિટી શોમાં જોવા મળ્યો હતો
વર્ષ 2014માં સનીનું પંજાબી ગીત ‘અંખિયા દે...’ રિલીઝ થયું હતું. આ જ વર્ષે સનીએ ‘એન્ટરટેઈન્મેન્ટ કે લિયે કુછ ભી કરેંગા’માં ભાગ લીધો હતો.

‘એન્ટરટેઈન્મેન્ટ કે લિયે કુછ ભી કરેંગા’માં સની હિંદુસ્તાની
X
indian idol 11 Neha Kakkar gave Rs 2 lakh to contestant Sunny Hindustani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી