• Home
  • Bollywood
  • TV
  • In Canada, Kapil Sharma played guitar and pamper his pregnant wife ginni

સેલેબ લાઈફ / કેનેડામાં કપિલ શર્માએ પ્રેગ્નન્ટ પત્નીને ખુશ કરવા ગિટાર વગાડ્યું

In Canada, Kapil Sharma played guitar and pamper his pregnant wife ginni

Divyabhaskar.com

Aug 08, 2019, 11:40 AM IST

મુંબઈઃ કપિલ શર્મા હાલમાં કેનેડામાં પત્ની ગિન્ની સાથે બેબીમૂન એન્જોય કરી રહ્યો છે. કપિલની પત્ની હાલમાં પ્રેગ્નન્ટ છે અને તે પત્ની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકે, તે માટે કેનેડા ગયો છે. કેનેડામાં કપિલ પત્નીનું ઘણું જ ધ્યાન રાખી રહ્યો છે અને તેને પેમ્પર કરી રહ્યો છે. કપિલે સોશિયલ મીડિયામાં કેનેડાની કેટલીક તસવીરો તથા વીડિયો પણ શૅર કર્યાં છે. એક વીડિયોમાં કપિલ પત્ની સાથે લોંગ ડ્રાઈવ પર જતો હોય છે અને એક વીડિયોમાં તે પત્ની માટે ગિટાર વગાડે છે.

કપિલનો અલગ અંદાજ
કેનેડામાં કપિલનો અલગ જ સ્વૈગ જોવા મળ્યો છે. એક તસવીરમાં કપિલ શર્મા રોડ પર એકલો જ વોક કરતો જોવા મળે છે. એક વીડિયોમાં કપિલ શર્મા પત્ની સાથે જતો હોય છે. આ સમયે રસ્તા પરથી પક્ષીઓ નીકળે છે અને તે ગાડી ઉભી રાખે છે. કપિલ કહે છે કે જ્યાં સુધી તમામ પક્ષીઓ રોડ ક્રોસ ના કરી લે ત્યાં સુધી કોઈ કાર આગળ જઈ શકતી નથી. કાશ, આ નિયમ ભારત દેશમાં પણ ફોલો કરી શકાતો હોત.

2018માં લગ્ન કર્યાં
કપિલ તથા ગિન્નીએ ડિસેમ્બર, 2018માં જલંધરમાં લગ્ન કર્યાં હતાં. બંને 25 જુલાઈથી કેનેડામાં બેબીમૂન એન્જોય કરી રહ્યાં છે. ગિની ડિસેમ્બરમાં પ્રથમ બાળકને જન્મ આપશે. કપિલના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો કપિલે હોલિવૂડ ફિલ્મ ‘એન્ગ્રી બર્ડ્સ 2’ના હિંદી વર્ઝનમાં અવાજ આપ્યો છે. આ ઉપરાંત કપિલનો શો ‘ધ કપિલ શર્મા’ ચાહકોમાં ઘણો જ લોકપ્રિય છે.

X
In Canada, Kapil Sharma played guitar and pamper his pregnant wife ginni
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી