• Home
  • Bollywood
  • TV
  • I am excited to work with both, Anuj's Shayari and Vishal's guidance: Neha Kakkar

એક્સક્લૂઝિવ / અનુજીની શાયરી અને વિશાલના માર્ગદર્શન સુધી, બંને સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું : નેહા કક્કર

I am excited to work with both, Anuj's Shayari and Vishal's guidance: Neha Kakkar

  • સિંગર નેહા કક્કર ‘ઇન્ડિયન આઇડલ 11’માં ફરી જજ તરીકે દેખાઈ છે
  • આ એક મંચ છે જે ઇન્ડસ્ટ્રીમાં મારા માટે એક સીડી બની ગઈ
  • શોમાં જજ તરીકે બોલાવવામાં આવે એ એક પ્રતિષ્ઠાની વાત છે

Divyabhaskar.com

Oct 27, 2019, 05:30 PM IST
ટેલિવિઝન ડેસ્ક: સિંગર નેહા કક્કર ‘ઇન્ડિયન આઇડલ 11’માં ફરી જજ તરીકે દેખાઈ છે. સિંગરના જણાવ્યા અનુસાર આ શો એ અવાજ છે જે આપણા દેશને એકજુથ કરે છે. હાલમાં જ ‘દિવ્ય ભાસ્કર’ એપ સાથે કરેલ વાતચીત દરમ્યાન નેહાએ શો સાથે જોડાયેલ અમુક વાતો શેર કરી હતી.

આ શોમાં જજ તરીકે બોલાવવામાં આવી એ એક પ્રતિષ્ઠાની વાત છે
આ એક મંચ છે જે ઇન્ડસ્ટ્રીમાં મારા માટે એક સીડી બની ગઈ. હું હંમેશાં આ શો સાથે જોડાવા માટે ઘણી ઉત્સુક રહું છું. પાથ-બ્રેકિંગ ટેલેન્ટથી લઈને અવિસ્મરણીય અવાજો સુધી, આ સ્ટેજે ભારતને અદભુત ગાયક આપ્યા છે અને હું ફરી મંચની બીજી બાજુ બેસવા અને ઇન્ડસ્ટ્રીના ઊભરતા ગાયકોને જજ કરવા માટે તૈયાર છું. આ શોમાં જજ તરીકે બોલાવવામાં આવે એ એક પ્રતિષ્ઠાની વાત છે અને હું વાસ્તવમાં આ સીઝનની જર્ની માટે ઉત્સુક છું.

આ એ અવાજ છે જે આપણા દેશને એકજુથ કરે છે
વર્ષોથી ઘણા આકાંક્ષી પ્રતિયોગીઓ માટે મંચ હોવાના કારણે આ શોએ ભારતને ઘણા અદભુત ગાયક આપ્યા છે. એક દેશ એક અવાજ સબ્જેક્ટ યોગ્ય છે કારણકે ઇન્ડિયન આઇડલ હંમેશાં આ સ્ટેજ પર દેશભરના ગાયકોને સાથે લાવ્યું છે અને તેમની પ્રેરક સ્ટોરીને શેર કરી છે. આ એ અવાજ છે જે આપણા દેશને એકજુથ કરે છે. પ્રતિયોગીઓને તેમના ટેલેન્ટના આધાર પર જજ કરવામાં આવે છે.

આ સ્ટેજ નવા ગાયકોને ટ્રેન કરશે
ગાયન દરમ્યાન સાચા નોટ્સથી લઈને દર્શકોનું ધ્યાન ખેંચવા સુધી આ સ્ટેજ આગામી સિંગર્સને ગાવાની ઘણી ઝીણવટભરેલી વાતો માટે ટ્રેન કરશે. તેમને દેશની અવાજ અને નેક્સ્ટ સિંગિંગ સેન્સેશન બનવા માટે તૈયાર કરવામાં આવશે. આનાથી વિશેષ એ જોવાનું રસપ્રદ હશે કે ટ્રેનિંગ દરમ્યાન તેઓ પોતાના રિયલ ટેલેન્ટનો ઉપયોગ ટ્રેનિંગ દરમ્યાન કઈ રીતે ઉપયોગ કરે છે કયા જોનરની શોધ કરે છે.

અંતમાં અમે બધા એવા અવાજની શોધમાં છીએ જે દેશની અવાજ બની શકે
અનુજીની શાયરીથી લઈને વિશાલના માર્ગદર્શન સુધી, હું ફરી બંને સાથે કામ કરવા ઉત્સુક છું. તેમની સાથે સેટ પર રહેવું ઘણું રસપ્રદ છે કારણકે અમે જે તાલમેલ શેર કરીએ છીએ તેનાથી પ્રતિયોગીઓને જજ કરવામાં સરળતા રહે છે અને વધુ મનોરંજક બની જાય છે. અમારો નિર્ણય ક્યારેક ક્યારેક અલગ હોઈ શકે છે પરંતુ અંતમાં અમે બધા એક એવા અવાજની શોધમાં છીએ જે આપણા દેશની અવાજ બની શકે.

ભારતને આગામી મોટો મ્યુઝિક સેન્સેશન આપશું
આ સિઝન પાર્થ બ્રેકિંગ ટેલેન્ટથી ભરેલી છે જેને કારણે તમને નવી રીતે સંગીતથી પ્રેમ થઇ જશે. આ મંચ પર ફરી એકવાર કેટલાક જોરદાર અવાજ ધરાવતા સિંગર જોવા મળશે અને ભારતને નેક્સ્ટ મ્યુઝિક સેન્સેશન આપશે. મેં અત્યાર સુધી ઓડિશનમાં જેટલા પણ ટેલેન્ટેડ લોકોને જોયા છે, તે બધાને દર્શકોને બતાવવા માટે હું ઘણી ઉત્સુક છું.

X
I am excited to work with both, Anuj's Shayari and Vishal's guidance: Neha Kakkar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી