બ્લોકબસ્ટર / ‘બાહુબલી: ધ કન્ક્લુઝન’ બાદ સૌથી વધુ ટીવી ઇમ્પ્રેશન જનરેટ કરનાર ફિલ્મ ‘હાઉસફુલ 4’ બની

Housefull 4 Creates Huge Impact On Satellite & TV, Gets 2nd Most Impressions After Baahubali: The Conclusion

  • બે  સ્ક્રીનિંગ બાદ ‘બાહુબલી: ધ કન્ક્લુઝન’ની 4.70 કરોડ ઇમ્પ્રેશન અને ‘હાઉસફુલ 4’ની 3.50 કરોડ ઇમ્પ્રેશન
  • ટીવી ઇતિહાસમાં સૌથી વધુ 3.69 કરોડ ઇમ્પ્રેશન વડાપ્રધાન મોદીના ‘મેન vs વાઈલ્ડ’ના એપિસોડને મળી 

Divyabhaskar.com

Feb 02, 2020, 11:57 AM IST

ટેલિવિઝન ડેસ્ક: ગયા વર્ષે દિવાળી પર રિલીઝ થયેલ મલ્ટિસ્ટારર ફિલ્મ ‘હાઉસફુલ 4’ થિયેટરમાં બ્લોકબસ્ટર સાબિત થયા બાદ ટીવી પર પણ સફળ સાબિત થઇ છે. સેટેલાઇટ અને ટીવી પર કોમેડી ફ્રેન્ચાઇઝી હાઉસફુલની ચોથી ફિલ્મ ઘણી સફળ સાબિત થઇ છે. ટીવી પર સૌથી વધુ ઇમ્પ્રેશન જનરેટ કરનાર બીજા નંબરની ફિલ્મ ‘હાઉસફુલ 4’ બની છે જ્યારે પહેલા નંબર પર ‘બાહુબલી: ધ કન્ક્લુઝન’ છે.

બે સ્ક્રીનિંગ બાદની ટોટલ ઇમ્પ્રેશન
પહેલા બે સ્ક્રીનિંગમાં ‘બાહુબલી: ધ કન્ક્લુઝન’ ફિલ્મની 4.70 કરોડ ઇમ્પ્રેશન હતી જ્યારે ‘હાઉસફુલ 4’ની 3.50 કરોડ ઇમ્પ્રેશન છે. ‘જુડવા 2’, ‘ટાઇગર ઝિંદા હૈ’, ‘બાગી 2’, ‘2.0’ (હિન્દી), ‘ટોટલ ધમાલ’ જેવી ફિલ્મોએ 2.50 કરોડ જેટલી ઇમ્પ્રેશન જનરેટ કરી છે તો ‘ગોલમાલ અગેન’ ફિલ્મે અંદાજે 3.25 કરોડ જેટલી ઇમ્પ્રેશન ટીવી પર જનરેટ કરી હતી.

સૌથી વધુ ટીવી ઇમ્પ્રેશન
જો સમગ્રપણે ટીવી ઇમ્પ્રેશનની વાત કરીએ તો વડાપ્રધાન મોદીનો બેયર ગ્રિલ્સ સાથેનો ‘મેન vs વાઈલ્ડ’નો એપિસોડ ટોપ પર છે. 3.69 કરોડ ઇમ્પ્રેશન સાથે આ એપિસોડએ ટીવી ઇતિહાસમાં રેકોર્ડ સર્જ્યો હતો. તે એપિસોડ અત્યારસુધીમાં ટીવી પર સૌથી વધુ ઇમ્પ્રેશન જનરેટ કરનાર એપિસોડ હતો.

‘હાઉસફુલ 4’
‘હાઉસફુલ 4’ ફિલ્મની સ્ટારકાસ્ટમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, બોબી દેઓલ, કૃતિ સેનન, પૂજા હેગડે, કૃતિ ખરબંદા અને ચંકી પાંડે સામેલ હતાં. ફિલ્મને ફરહાદ સામજીએ ડિરેક્ટ કરી હતી. ફિલ્મે બોક્સઓફિસ પર 200 કરોડ રૂપિયાથી પણ વધુની કમાણી કમાણી કરી હતી.

X
Housefull 4 Creates Huge Impact On Satellite & TV, Gets 2nd Most Impressions After Baahubali: The Conclusion

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી