ફિટનેસ / હિના ખાને ફિટનેસ સીક્રેટ્સ શૅર કર્યાં, હૂંફાળા પાણીથી દિવસની શરૂઆત કરે છે

Hina Khan shares fitness secrets, starts the day with warm water
X
Hina Khan shares fitness secrets, starts the day with warm water

Divyabhaskar.com

Jun 13, 2019, 02:55 PM IST

મુંબઈઃ ટીવી એક્ટ્રેસ હિના ખાન ટૂંક સમયમાં 'કસૌટી જિંદગી કી 2'માં પરત ફરશે. હાલમાં જ હિના ખાને એક ઈન્ટરવ્યૂમાં પોતાના ફિટનેસ સીક્રેટ્સ શૅર કર્યાં હતાં. હિનાએ કહ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોથી તે ફિટનેસને લઈ સજાગ બની છે. વધુમાં હિનાએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે તેની પાસે કામ ઓછું હોય તો તે રોજ જીમમાં જાય છે પરંતુ ક્યારેક શૂટિંગમાં વ્યસ્ત હોય તો અઠવાડિયમાં 3-4 દિવસ જ જીમ જાય છે.

હિના ખાનના ફિટનેસ સીક્રેટ્સ

1. પ્રોટીન આધારિત ડાયટ

હિના માને છે કે ફિટ રહેવા માટે ડાયટ મહત્ત્વનું છે. દિવસની શરૂઆત એક ગ્લાસ હૂંફાળા પાણીથી કરે છે. તે મોટાભાગે પ્રોટીન આધારિત ડાયટ પર નિર્ભર રહે છે. સામાન્ય રીતે તે વધુ ખાતી નથી. જોકે, કેટલાંક દિવસો તે ચીટ ડે પણ રાખે છે.

2. વર્કઆઉટ પ્લાન
  • દિવસમાં છ દિવસ અને રોજ ઓછામાં ઓછું એક કલાક વર્કઆઉટ કરે છે.
  • મેઈન વર્કઆઉટમાં મિક્સ વેટ ટ્રેનિંગ, ફંક્શનલ ટ્રેનિંગ, કિક બોક્સિંગ તથા ટીઆરએક્સ એક્સરસાઈઝ સામેલ હોય છે. જે બેક, એબ્સ, શોલ્ડર તથા બાઈસેપ્સને ટાર્ગેટ કરે છે.
  • હિનાનાં મતે, હાર્ડકોર વેટ ટ્રેનિંગ, ફંક્શનલ ફિટનેસ, કોર સ્ટ્રેંથનિંગ, કિક બોક્સિંગ ફિટ રહેવા માટે તથા એનર્જી લેવલ વધારવા માટે સૌથી સારું વર્કઆઉટ છે.
3. હિનાનો ડાયટ પ્લાન
  • હિનાનાં મતે, તે દિવસની શરૂઆત હુંફાળા લીંબુવાળા પાણીથી કરે છે.
  • ત્યારબાદ બ્રેકફાસ્ટમાં એક ગ્લાસ ફ્રેશ ફ્રૂટ અથવા વેજીટેબલ જ્યૂસ, બે કેળા, કોર્ન ફ્લેક્સ લે છે. ક્યારેક ચીઝ ઓમલેટ પણ લે છે.
  • હિના કહે છે, તેના ડાયટમાં કાર્બોહાઈડ્રેટ ઓછી માત્રામાં તથા પ્રોટીન વધુ માત્રામાં હોય છે. માત્ર રવિવારે લંચમાં ડાયટ સાથે ચીટ કરે છે.
4. દિવસમાં 12 ગ્લાસ પાણી પીવે છે

હિના માને છે કે આપણે જે જમીએ તે આપણા ચહેરા પર દેખાય છે. હિના કહે છે, 'આપણો ચહેરો આપણી ઈન્ટરનલ સિસ્ટમનો અરીસો છે. હું પુષ્કળ પાણી પીવું છું. દિવસમાં બે વાર નારિયેળ પાણી લઉં છું. એક બાઉલ દહીં જરૂરથી લઉં છું. આ સિવાય રોજ એક આંબળું ખાઉં છું. જેથી મારી સિસ્ટમ ડિટોક્સ થાય અને ચહેરા પર ગ્લો દેખાય. હું વેજ તથા નોનવેજ ફૂડ લઉં છું.'

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી