સિબલિંગ્સ લવ / હર્ષવર્ધન કપૂરે બહેનો સોનમ અને રિયાના નામનું પીઠ પર ટેટૂ બનાવડાવ્યું, યુઝર્સે કહ્યું- ભાઈ હોય તો આવો

Harshvardhan Kapoor shared a photo of tattoo of his sisters name on his back

Divyabhaskar.com

Sep 02, 2019, 06:30 PM IST

બોલિવૂડ ડેસ્ક: સંજય કપૂરના દીકરા અને એક્ટર હર્ષવર્ધન કપૂરે સોમવારે તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. તે ફોટોમાં તેના પીઠ પર બે ટેટૂ દેખાતા હતા. આ ટેટૂ તેની બંને બહેનો સોનમ અને રિયાના નામના હતા. આ ફોટોમાં તેણે તેની બંને બહેનોને ટેગ કરી કેપ્શનમાં લખ્યું હતું કે, ‘V taper #mondaymotivation.’

V taper #mondaymotivation @sonamkapoor @rheakapoor

A post shared by Harsh Varrdhan Kapoor (@harshvarrdhankapoor) on

હર્ષવર્ધનના આ ફોટો પર ઘણી લાઇક્સ આવી. સોશિયલ મીડિયા યુઝર્સ આ ફોટોથી ઈમ્પ્રેસ થઇ ગયા. લોકોએ તેના ભરપૂર વખાણ કર્યા. એક યુઝરે લખ્યું કે મને પણ તમારા જેવો ભાઈ જોઈએ છે. બીજી છોકરીએ તેના ભાઈને ટેગ કરી આવું ટેટૂ કરાવવાની ડિમાન્ડ રાખી. અમુક છોકરીઓએ તો તેને જ ભાઈ બનવાની રિકવેસ્ટ કરી.

હર્ષવર્ધન અનિલ કપૂર અને સુનિતાનું ત્રીજું સંતાન છે. સોનમ સૌથી મોટી દીકરી છે જયારે રિયા તેનાથી નાની છે. હર્ષવર્ધન સૌથી નાનો છે. રિયા ફેશન ડિઝાઈનર અને ફિલ્મ પ્રોડ્યૂસર છે. હર્ષવર્ધનની બે ફિલ્મો ‘મિર્ઝિયા’ અને ‘ભાવેશ જોશી’ સુપરહીરો રિલીઝ થઇ ચૂકી છે. હાલ તે ભારતીય નિશાનેબાજ અભિનવ બિન્દ્રાની બાયોપિક માટે તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં અનિલ કપૂર પણ સામેલ છે.

X
Harshvardhan Kapoor shared a photo of tattoo of his sisters name on his back

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી