• Home
  • Bollywood
  • TV
  • From 'Kaun Banega Crorepati' to 'Taarak Mehta', a show changed the fate of Ghanshyam Nayak to Amitabh Bachchan

કમબેક / અમિતાભ બચ્ચનથી લઈ 'નટુકાકા' સહિતના સ્ટાર્સનું એક શોએ નસીબ બદલ્યું હતું

From 'Kaun Banega Crorepati' to 'Taarak Mehta', a show changed the fate of Ghanshyam Nayak to Amitabh Bachchan
X
From 'Kaun Banega Crorepati' to 'Taarak Mehta', a show changed the fate of Ghanshyam Nayak to Amitabh Bachchan

Divyabhaskar.com

Jul 12, 2019, 05:08 PM IST

કિરણ જૈન, મુંબઈઃ 'કૌન બનેગા કરોડપતિ 11' ઓગસ્ટ મહિનાથી શરૂ થઈ રહ્યો છે. આ શો અમિતાભ બચ્ચન માટે ઘણો જ ફાયદાકારક રહ્યો હતો. નોંધનીય છે કે 1995માં અમિતાભ બચ્ચને પોતાની કંપની એબીસીએલ (અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ) શરૂ કરી હતી. જોકે, આ કંપનીમાં નુકસાન જતાં અમિતાભ પર 90 કરોડનું દેવું થઈ ગયું હતું અને તેમણે પોતાનો પ્રતિક્ષા બંગલો પણ ગીરવે મૂક્યો હતો. 2013માં એક ઈન્ટરવ્યૂમાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે તે સમયે દેવામાંથી બહાર આવવા માટે યશ ચોપરા તથા 'કેબીસી'એ મદદ કરી હતી. યશ ચોપરાએ બિગ બીને 'મહોબ્બતે'માં લીધા હતાં. વર્ષ 2000માં અમિતાભ બચ્ચનને 'કૌન બનેગા કરોડપતિ' શો ઓફર થયો હતો. આ શોએ તેમને અંગત તથા પ્રોફેશનલ લાઈફમાં ઘણી જ મદદ કરી હતી. જે રીતે અમિતાભ બચ્ચનને મુશ્કેલ સમયમાં 'કેબીસી'એ મદદ કરી તે જ રીતે ટીવીમાં એવા કેટલાક સ્ટાર્સ છે, જેમની ડૂબતી કરિયરને એક શોએ સંભાળી હોય.

1

મોહિત મલિકઃ કુલ્ફી કુમાર બાજેવાલા

મોહિત મલિકઃ કુલ્ફી કુમાર બાજેવાલા

ટીવી શો 'કુલ્ફી કુમાર બાજેવાલા' ફૅમ મોહિત મલિક જીવનના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. તેને લગભગ બે વર્ષ સુધી કામ મળ્યું નહોતું અને તેને કારણે તેના ઘરની આર્થિક સ્થિતિ ઘણી જ ખરાબ થઈ ગઈ હતી. મોહિતે કહ્યું હતું કે તેના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો કે ઘર ચલાવવા માટે તેણે પત્ની અદિતીના ઘરેણા વેચવા પડ્યાં હતાં. ત્યારબાદ તેને 'કુલ્ફી કુમાર બાજેવાલા' શો મળ્યો હતો. આ શોએ તેને ક્રિએટિવલી તથા આર્થિક રીતે સલામતી આપી હતી. આ શોએ તેનું જીવન ઘણું જ બદલી નાખ્યું હતું.

2

ઘનશ્યામ નાયકઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

ઘનશ્યામ નાયકઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલ (દિલીપ જોષી)ની દુકાનમાં નોકરના રોલમાં જોવા મળતા નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક છેલ્લાં 55 વર્ષથી આ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે. આ સમય દરમિયાન તેમણે જીવનમાં અનેક ચઢાવ-ઉતાર જોયા હતાં. 200 ગુજરાતી તથા હિંદી ફિલ્મ્સની સાથે સાથે 350 હિંદી સિરિયલ્સ્માં કામ કર્યું છે. ઘનશ્યામ નાયકે કહ્યું હતું, 'એક સમય હતો જ્યારે હું ત્રણ રૂપિયામાં 24 કલાક કામ કરતો હતો. સાચું કહું તો 30 વર્ષ પહેલાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં વધુ પૈસા મળતાં નહોતાં. ઘણીવાર તો અમને ફી પણ મળતી નહોતી. તે સમયે હું આસપાસના લોકો પાસેથી ઉધાર લઈને ઘર ચલાવતો અને બાળકોની સ્કૂલની ફી ભરતો હતો. મેં મારું જીવન સંઘર્ષ કરવામાં જ પસાર કર્યું છે. જોકે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં કામ કર્યાં બાદ મારા જીવનમાં સ્થિરતા આવી છે. મેં પૈસા કમાવવાની શરૂઆત કરી. આજે મુંબઈમાં મારા બે ઘર છે.'

3

ફૈઝલ ખાનઃ ડાન્સ ઈન્ડિયા ડાન્સ

ફૈઝલ ખાનઃ ડાન્સ ઈન્ડિયા ડાન્સ

ડાન્સર-એક્ટર ફૈઝલ ખાન 14 વર્ષનો હતો ત્યારે તેણે ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ' જીત્યો હતો. ફૈઝલે કહ્યું હતું, 'આ શો પહેલાં મારા પિતા ઓટો ચલાવતા હતાં. અમારી પાસે પૈસા જ નહોતાં. પપ્પા ઓટો ચલાવીને ઘરનું ગુજરાન ચલાવતા હતાં અને અમારી નાની-નાની ઈચ્છાઓ પૂર્ણ કરતાં હતાં. 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ' જીત્યા બાદ મારું નસીબ જ બદલાઈ ગયું હતું. આજે હું ભલે ગમે તેટલી કાર કે બાઈક ખરીદું પરંતુ મારા પપ્પાની ઓટો આગળ કંઈ જ નથી.'

4

દલજીત કૌરઃ કાલા ટીકા

દલજીત કૌરઃ કાલા ટીકા

વર્ષ 2013માં ટીવી એક્ટ્રેસ દલજીત કૌર પતિ શાલીન ભનોતથી અલગ થઈ હતી. તે સમયે તેનો દીકરો બે વર્ષનો હતો અને દલજીત પાસે દીકરાને દૂધ પીવડાવવાના પણ પૈસા નહોતાં. પતિથી અલગ થયા બાદ દલજીતની આર્થિક સ્થિતિ ઘણી જ ખરાબ હતી. 2015માં દલજીતે ટીવી સિરિયલ 'કાલા ટીકા'માં કામ કર્યું હતું. દલજીતે કહ્યું હતું, 'તે સમયે હું જીવનના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી હતી અને મારે પૈસાની ઘણી જ જરૂર હતી. આથી જ મેં 'કાલા ટીકા'માં કામ કરવાનુ નક્કી કર્યું હતું. હું આજે પણ આ શોના નિર્માતાઓની ઘણી જ આભારી રહીશ, જેમણે મને કામ કરવાની તક આપી.'

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી