વેડિંગ બેલ્સ / ‘બિગ બોસ 12’ની પૂર્વ સ્પર્ધક નેહા પેંડસેના લગ્નની વિધિઓ શરૂ, સૌ પહેલાં ગ્રહમુખ પૂજા યોજાઈ

Former contestant of 'Bigg Boss 12' Nehha Pendse's wedding rituals started
Former contestant of 'Bigg Boss 12' Nehha Pendse's wedding rituals started
Former contestant of 'Bigg Boss 12' Nehha Pendse's wedding rituals started

Divyabhaskar.com

Dec 31, 2019, 11:33 AM IST

મુંબઈઃ ‘બિગ બોસ 12’થી લોકપ્રિય બનેલી નેહા પેંડસે અંગત જીવનને કારણે ઘણી જ ખુશ છે. નેહા પાંચ જાન્યુઆરીના રોજ પ્રેમી શાર્દુલ બ્યાસ સાથે લગ્ન કરવાની છે. હાલમાં જ નેહાના ઘરે ‘ગ્રહમુખ પૂજા’ યોજાઈ હતી. આ પૂજામાં નેહા ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. નેહાએ ઈન્સ્ટા સ્ટોરીમાં આ પૂજાની તસવીરો શૅર કરી હતી.

ઘરે પૂજા કરી
નેહા પેંડસેના ઘરે ‘ગ્રહમુખ પૂજા’ યોજાઈ હતી. આ પૂજામાં નેહા તથા તેના પેરેન્ટ્સ જોવા મળ્યાં હતાં. લાલ તથા ગોલ્ડન સાડીમાં નેહા ઘણી જ સુંદર લાગતી હતી.

લગ્નના ફંક્શન ત્રણ દિવસ ચાલશે
નેહા પૂનામાં પાંચ જાન્યુઆરીએ પરિવાર તથા નિકટના મિત્રોની હાજરીમાં લગ્ન કરશે. લગ્નના ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલશે, જેમાં મહેંદી, સંગીત સહિતના ફંક્શન યોજાશે. નેહાએ કહ્યું હતું કે તે પોતાના લગ્નના દરેક ફંક્શનમાં સાડી પહેરવાની છે. તે મહારાષ્ટ્રિયન વેડિંગ કરવાની છે.

લગ્ન પહેલાં આ વાત કહી
લગ્ન પહેલાં નેહાએ અંગ્રેજી વેબસાઈટ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તે જીવનના આ નવા તબક્કાને લઈ ઘણી જ ખુશ છે. તે પોતાના સપનાના રાજકુમાર સાથે લગ્ન કરવાની છે અને તેની સાથે નવું જીવન શરૂ કરવાને લઈ ઘણી જ ઉત્સાહી છે. શાર્દુલનો પરિવાર ઘણો જ સારો છે અને તે અત્યારે પોતાને ખુશનસીબ માને છે. આ પ્રસંગે તે પોતાના શુભેચ્છકોનો આભાર માને છે.

ઓગસ્ટમાં સગાઈ કરી હતી
નેહા તથા શાર્દુલે વર્ષની શરૂઆતમાં એકબીજાને ડેટ કરવાની શરૂઆત કરી હતી. બંનેએ ઓગસ્ટમાં સગાઈ કરી હતી. શાર્દુલ ગ્લેમર વર્લ્ડ સાથે સંકળાયેલો નથી.

❤️

A post shared by NEHHA PENDSE (@nehhapendse) on

X
Former contestant of 'Bigg Boss 12' Nehha Pendse's wedding rituals started
Former contestant of 'Bigg Boss 12' Nehha Pendse's wedding rituals started
Former contestant of 'Bigg Boss 12' Nehha Pendse's wedding rituals started

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી